under one nation one card scheme apply online for ration card using smartphone required documents
યૂટિલિટી /
ઘરે બેઠા આ સરળ રીતે સ્માર્ટફોનની મદદથી બનાવી લો Ration Card, જાણી લો ડોક્યૂમેન્ટ્સનું લિસ્ટ
Team VTV10:00 AM, 07 Aug 20
| Updated: 10:19 AM, 07 Aug 20
દેશભરમાં વન નેશન વન કાર્ડની વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે. આ કારણે લોકોની પાસે રાશન કાર્ડ હોવું જરૂરી બન્યું છે. તેનો ઉપયોગ ફક્ત રાશન લેવા માટે નહીં પણ ઓળખપત્રના રૂપમાં પણ કરવામાં આવે છે. આ યોજના લાગૂ થયા બાદ કોઈ પણ રાજ્યનો વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી સસ્તું અનાજ ખરીદી શકે છે. જો કોઈની પાસે રાશન કાર્ડ હોવું એટલું જ જરૂરી છે જેટલું પાન કાર્ડ અને આધાર કાર્ડ. જો તમારી પાસે રાશન કાર્ડ નથી તો તમારે ગભરાવવાની જરૂર નછી. તમે ઘરે બેઠા સ્માર્ટફોનની મદદથી ઓનલાઈન રાશનકાર્ડ માટે એપ્લાય કરી શકો છો. આ માટે દરેક રાજ્યોએ પોતાની તરફથી વેબસાઈટ બનાવી છે. તેનાથી તમે કોઈ પણ સ્ટેટમાં રહેતા હોવ પણ ત્યાંની વેબસાઈટ પર જઈને રાશન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.
ઘરે બેઠા સ્માર્ટફોનથી બનાવો રાશન કાર્ડ
જાણો કયા ડોક્યૂમેન્ટ્સ છે જરૂરી
જાણી લો રાશન કાર્ડ બનાવવા માટેની પ્રોસેસ
3 પ્રકારના હોય છે રાશન કાર્ડ
ગરીબી રેખા ઉપર (APL)
ગરીબી રેખાની નીચે (BPL)
અંત્યોદય પરિવાર માટે
અંત્યોદય કેટગરીમાં ખૂબ જ ગરીબ લોકોને રાખવામાં આવે છે. આ કેટેગરી વ્યક્તિની વાર્ષિક આવકના આધારે નક્કી કરાય છે. આ સિવાય અલગ રાશન કાર્ડ પર સસ્તા દરે મળતું અનાજ, તેનું પ્રમાણ અલગ હોય છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રના આઘારે તે અલગ અલગ નિયમ ધરાવે છે.
આ છે રાશન કાર્ડ બનાવવાની શરતો
રાશન કાર્ડ બનાવવા માટે વ્યક્તિ ભારતનો નાગરિક હોય તે જરૂરી છે.
વ્યક્તિની પાસે અન્ય રાજ્યનું રાશન કાર્ડ ન હોવું જોઈએ.
જેના નામે રાશન કાર્ડ બની રહ્યું છે તેની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
એક પરિવારમાં પરિવારના મુખ્ય વ્યક્તિના નામે રાશન કાર્ડ હોય છે.
રાશન કાર્ડમાં જે સભ્યોને સામેલ કરાય છે તેનો મુખ્ય વ્યક્તિ સાથે નજીકનો સંબંધ જરૂરી છે.
પરિવારના દરેક સભ્યનું પહેલાં કોઈ અન્ય રાશન કાર્ડમાં નામ હોવું જોઈએ નહીં.
UP સરકાર વિધવાને વાર્ષિક 6000 રૂપિયા મદદ રૂપે આપે છે.
આ રીતે ઓનલાઈન કરી શકશો એપ્લાય
રાશન કાર્ડ બનાવવા માટે સૌ પહેલાં રાજ્યની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
અહીં Apply online for ration cardની લિંક પર ક્લિક કરો.
રાશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફમાં આધારકાર્ડ, વોટર આઈડી, હેલ્થ કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ આપી શકાશે,
આ માટે 5 રૂપિયાથી લઈને 45 રૂપિયા ફી લેવામાં આવે છે. તે ભરો અને સબમિટ કરો.
ફિલ્ડ વેરિફિકેશન થયા બાદ જો તમે યોગ્ય જાણકારી આપી હશે તો 30 દિવસમાં તમારું રાશન કાર્ડ બની જશે.
આ ડોક્યૂમેન્ટ્સની પણ પડી શકે છે જરૂર
રાશન કાર્ડ બનાવવા માટે તમને આધારકાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ, કોઈપણ સરકારે જાહેર કરેલું આઇકાર્ડ, આરોગ્ય કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેની જરૂર પડી શકે છે. આ સિવાય પાનકાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, આવકનું પ્રમાણપત્ર, લાઈટ બિલ, ગેસ કનેક્શન બુક, ટેલિફોન બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક, ભાડા કરાર જેવા દસ્તાવેજો પણ સરનામાંના પુરાવા તરીકે આપી શકાય છે.