બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / two ahmedabadis feed stray animals around the city amid coronavirus lockdown

VTV વિશેષ / લોક ડાઉન સમયે શહેરના મૂંગા પશુઓના 'તારણહાર' બન્યા આ બે અમદાવાદીઓ; તેમની પ્રવૃત્તિ જાણીને કરશો સલામ

Shalin

Last Updated: 08:03 PM, 8 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં કોરોનાનો આતંક યથાવત છે. કોઈ જ દવા વગર આ રોગને નાથવા માટે અત્યારે દુનિયાભરના દેશોએ લોક ડાઉનનો સહારો લીધો છે. ભારત પણ ૨૧ દિવસના લોક ડાઉન પિરિયડમાં છે. આ સમયે લોકો બહાર ન નીકળતા દરરોજ મૂંગા અબોલ પશુઓને ખાવાનું આપવાની પ્રથા બંધ થઇ છે. એવામાં પશુઓ ભૂખે ન મરે એ માટે અમદાવાદનું આ યુગલ કાર્યરત છે. જાણો કેવી રીતે આ મહામારીના સમયમાં આ બંનેએ મનુષ્યો ઉપરાંત પ્રાણીઓ ઉપર પણ પોતાનો દયાભાવ જાળવી રાખ્યો છે

  • છેલ્લા થોડા દિવસોમાં તેમણે ભાત, બિસ્કીટ, ફ્રુટ, દૂધ, ડોગ ફૂડ જેવી વસ્તુઓ ૪૦૦થી વધુ કૂતરાઓને, ૫૦ જેટલા વાંદરાઓને અને ઘણી બધી ગાયોને ખવરાવી છે
  • શહેરની પોલીસ આ કામમાં તેમને ખૂબ સારો સહયોગ આપે છે 

અમદાવાદના ચિંતન અને દેવયાની કહે છે કે જયારે લોકડાઉન ની જાહેરાત થઇ ત્યારે સૌપ્રથમ તેમને એવી ચિંતા થઇ કે હવે શહેરમાં પ્રાણીઓને ખોરાકની શું વ્યવસ્થા થશે. શહેરમાં ચોક્કસ વિસ્તાર વગર આમ તેમ રખડતા કૂતરા, બિલાડી, ગાયો અને વાંદરાઓને ભોજન કોણ આપશે તે મહત્વનો સવાલ હતો. કારણ કે આ જીવો લોકોએ નાખેલી ચીજવસ્તુઓ અને રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડની લારીઓની વધેલી ચીજવસ્તુઓ ઉપર ખાવા અને પાણી પીવા માટે નભે છે.

આ માટે બંનેએ નક્કી કર્યું કે તેઓ દરરોજ બહાર નીકળીને વધુમાં વધુ પ્રાણીઓને ખાવાપીવાનું આપશે. તેઓ કહે છે કે તેઓ કોઈ ઓર્ગેનાઈઝેશનના ભાગ નથી. તેઓ માત્ર બે માણસો છે જેમને કૂતરા ખૂબ વ્હાલા છે અને જીવ દયાને તેઓ ખૂબ મહત્વ આપે છે. આ વિચાર તેમણે તેમના મિત્રોને કહ્યો અને આ માટેનું જરૂરી ફંડ આપવા માટે સૌ કોઈ તૈયાર થઇ ગયા કે જેથી પ્રાણીઓ માટે ખાવાપીવાની ચીજવસ્તુઓ ખરીદી શકાય. 

 Source : Instagram

લોકડાઉન ના બીજા દિવસથી તેમણે તેમની ગાડીમાં આ ખાવા પીવાની ચીજ વસ્તુઓ ઠાંસી દીધી અને તેમણે તેમના વિસ્તારના આશરે ૭૦ કૂતરાઓને ખાવાની ચીજવસ્તુઓ આપવાની શરૂઆત કરી. બીજા દિવસથી તેઓ શહેરના દૂરના વિસ્તારોમાં અને રહેઠાણના વિસ્તારોમાં જવા માંડ્યા અને ત્યાં રહેતા નાના ગલુડિયાઓ, ઘરડા કૂતરાઓ અને ઈજાગ્રસ્ત કૂતરાઓને ખવડાવવાનું શરુ કર્યું. છેલ્લા થોડા દિવસોમાં તેમણે ભાત, બિસ્કીટ, ફ્રુટ, દૂધ, ડોગ ફૂડ જેવી વસ્તુઓ ૪૦૦થી વધુ કૂતરાઓને, ૫૦ જેટલા વાંદરાઓને અને ઘણી બધી ગાયોને ખવરાવી છે. 

 Source : Instagram

તેઓ કહે છે કે કેટલાક લોકોને આ ખૂબ સામાન્ય લાગશે પણ આ અબુધ પ્રાણીઓ જયારે ભોજન કરતા કરતા પૂંછડી પટપટાવવા માંડે છે અને પોતાનો આનંદ અને સંતોષ વ્યક્ત કરે છે ત્યારે ખૂબ સંતોષ મળે છે. પોલીસ મુદ્દે વાત કરતા તેઓ જણાવે છે કે અત્યારે સુધી પોલીસે તેમને ખૂબ સારો સહયોગ આપ્યો છે અને તેમને પ્રેરિત કરીને કહ્યું છે કે એમને ખવરાવવું ખૂબ જરૂરી છે કારણ કે આ સમયમાં તેઓને ખાવાનું આપનાર કોઈ જ નથી. થોડા દિવસ પહેલા એક વિસ્તારમાં ફરી એક વખત ખાવાનું આપવા નીકળેલા ચિંતન અને દેવયાનીને તે વિસ્તારના પોલીસ કર્મચારીએ સસ્મિત હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. તેઓ કહે છે કે આ ખૂબ ખુશીની ક્ષણ હતી. 

 Source : Instagram

અમદાવાદ શહેર હંમેશા કમનસીબ લોકો અને મૂંગા જાનવરોની વ્યથા માટે દયાભાવના રાખે છે. એક જીવદયા પ્રેમી હોવાને પગલે તેમને ખુશી છે કે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રાણીઓને ખાવાપીવાની ચીજવસ્તુઓ નાખવા અંગેના વોટ્સએપ ગ્રુપ્સ ચાલે છે. 

આ એક ગૌરવની વાત છે કે જયારે માનવીએ તેના મૂંગા ચોપગા મિત્રોની મદદ કરવાની ઘડી આવી છે ત્યારે અમદાવાદ શહેર તેમાં પાછું હટ્યું નથી. 

 Source : Instagram

આ બંને સમાજને ફક્ત એક જ સંદેશ આપવા માંગે છે: દયાળુ બનો; સમગ્ર વિશ્વને હાલ દયા અને કરુણાની તાતી જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ