બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / આરોગ્ય / TUMAR IN KNEE, BRITAIN WOMAN BROKE HER bone KNEE WHILE SITTING ON A TOILET SEAT

તમારા કામનું / ટોઇલેટ સીટ પર બેસતા જ તૂટી ગયું ઘૂંટણનું હાડકું, મહિલાને હતી આ બીમારી, ક્યાંક તમે તો ઈગ્નોર નથી કરતાં ને આ લક્ષણો

Vaidehi

Last Updated: 07:37 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોયલેટ સીટ પર બેસતાની સાથે જ 19 વર્ષની મહિલાનાં ઘૂંટણનું હાડકું તૂટી ગયું. ડોક્ટર્સે જણાવ્યું કે ત્યાં ટ્યૂમર હતું.

  • બ્રિટનમાં 19 વર્ષીય મહિલા સાથે બની દુ:ખદ ઘટના
  • ટોયલેટ સીટ પર બેસતાની સાથે ઘૂંટણનું હાડકું તૂટ્યું
  • ડોક્ટર્સે કહ્યું ઘૂંટણમાં ટ્યૂમર હતું

માણસનાં શરીરમાં ક્યારેક એવી બીમારીઓ ઘર કરીને બેઠી હોય છે જેની જે-તે વ્યક્તિને લાંબા સમય સુધી ખબર નથી હોતી. થોડા વર્ષો પહેલાં એક મહિલા પોતાના ઘરનાં ટોયલેટ સીટ પર બેઠી ત્યારે એકાએક તેના ઘૂંટણનું હાડકું તૂટ્યું. ત્યારબાદ મહિલાનું ચાલવું પણ અઘરું થઈ પડ્યું. જાણો આખો કિસ્સો. 

'હાડકું તૂટ્યાનો અવાજ આવ્યો'
બેથાની ઈસ્ટ નામની 26 વર્ષીય મહિલા બ્રિટનમાં રહે છે. તેમણે જણાવ્યું કે 7 વર્ષ પહેલાં જ્યારે તે 19 વર્ષની હતી ત્યારે તેના ઘૂંટણમાં ઘણો દુ:ખાવો રહેતો હતો. તે સમાન્ય દુ:ખાવો સમજીને ઈગ્નોર કરતી હતી. એક દિવસ તેના ઘૂંટણમાં ભયંકર દુ:ખાવો ઉપડ્યો. તે ટોયલેટ સીટ પર બેસી અને એકાએક ઘૂંટણમાં હાડકું તૂટ્યાનો અવાજ આવ્યો. આ ઘટના થતાં જ તે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચી.

સર્જરી કરવી પડી
ડોક્ટર્સે જ્યારે X-Ray કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં એક મોટો ટ્યૂમર હતો જેના લીધે ઘૂંટણની આસપાસનાં સ્નાયુઓ નબળાં પડી ગયાં હતાં. આ એક જટીલ કેસ હતો. ડોક્ટર્સે  તાત્કાલિક સર્જરી કરી. તે સમયે ડોક્ટર્સે  તેને જણાવી દીધું હતું કે 99% કેસમાં દર્દી ચાલી શકતાં નથી. પરંતુ સદનસીબે સર્જરી બાદ બેથાની થોડું ચાલવા સક્ષમ બની હતી. તેણે હાલમાં જ કોલેજ પાસ કરી.

જો તમને પણ આવો દુ:ખાવો થતો હોય તો ઈગ્નોર ન કરજો અને તાત્કાલિક ડોક્ટરને તપાસ કરાવજો.

સંકળાયેલા મુદ્દાઓ

Britain Knee case tumar ઘૂંટણ ટ્યૂમર બ્રિટન Health care
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ