બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Try Tasty and Healthy Vejetable Rava Khichadi At Home For Dinner

રેસિપી / રોજિંદી ખીચડીને આપો નવો ટ્વિસ્ટ, પહેલાં ક્યારેય નહીં બનાવી હોય આ હેલ્ધી અને ટેસ્ટી ખીચડી

Bhushita

Last Updated: 11:30 AM, 3 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા સૌના ઘરમાં અવારનવાર ખીચડી તો બનતી જ હોય છે. તેમાં ફરક એટલો હોય કે ક્યારેક મગની દાળની ખીચડી હોય, ક્યારેક સાદી ખીચડી હોય, ક્યારેક વઘારેલી ખીચડી હોય. પરંતુ શું તમે ક્યારેય વેજિટેબલ રવા ખીચડી ટ્રાય કરી છે? તો આજે કરો આ ટેસ્ટી અને હેલ્ધી વેજિટેબલ રવા ખીચડી. તેમાં અનેક પ્રકારના શાક હોવાથી તે હેલ્ધી રહે છે અને પચવામાં પણ સરળ રહે છે.

વેજિટેબલ રવા ખીચડી

સામગ્રી

-2 નંગ ટામેટા સમારેલા
-1 નંગ ડુંગળી સમારેલી
-1/2 કપ લીલા વટાણા
-2 કપ રવો
-1/4 ટીસ્પૂન રાઈ
-1 ટેબલસ્પૂન અડદની દાળ
-1 ટેબલસ્પૂન ચણા દાળ
-1 નાનો ટુકડો આદુંનો 
-4 નંગ લીલા મરચાં
-2 નંગ લવિંગ
-1/4 ટીસ્પૂન હળદર
-1/4 કપ કાજુ
-1/2 નંગ લીંબુનો રસ
-3 ટેબલસ્પૂન તેલ
-2 ટેબલસ્પૂન ઘી
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર
-મીઠો લીમડો

 

રીત

સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં અડદની દાળ, ચણાની દાળ, લીલા મરચાં, આદુંની પેસ્ટ, મીઠો લીમડો અને ડુંગળી ઉમેરીને બરાબર મિક્સ કરીને સાંતળો. ડુંગળી જ્યારે લાઈટ બ્રાઉન રંગની થાય ત્યારે તેમાં હળદર, મીઠું, ટામેટા અને લીલા વટાણા ઉમેરીને બરાબર મિક્સ કરીને ચઢવા દો. ટામેટા અધકચરા ચઢી જાય એટલે તેમાં પાંચ કપ પાણી ઉમેરીને તેને ચઢવા દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં બે ચમચી ઘી અને એક ચમચી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં રવો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. રવો ચઢી જાય અને બધું પાણી બળી જાય ત્યાં સુધી ચઢવા દો. લવિંગને ડ્રાય રોસ્ટ કરી લો. ત્યાર બાદ તેને અધકચરા વાટીને ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. કાજુને ઘીમાં તળી લો. હવે તેને પણ ખીચડીમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે ગેસ બંધ કરો ત્યારે તેને કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ ગરમા-ગરમ જ સર્વ કરો.

 આ ખીચડીને તમે દહીં કે છાશ સાથે પીરસી શકો છો. આ સિવાય ભાખરી, અથાણું, પાપડ વગેરે સાથે પણ તે ટેસ્ટી લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ