બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / પ્રવાસ / Travel Insurance must buy this insurance plan while travelling abroad

ટિપ્સ / વિદેશ ફરવાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો પહેલાં ઉતરાવી લેજો આ ઇન્સ્યોરન્સ પ્લાન, નહીં તો મુકાશો મુશ્કેલીમાં

Arohi

Last Updated: 10:10 AM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Travel Insurance: વિદેશ ફરવા જોઓ ત્યારે ઈન્શ્યોરન્સ ન લેવાની ભૂલ ક્યારેય ન કરતા. ટ્રાવેલ ઈન્શ્યોરન્સ તમને દુર્ઘટના સામે કવરેજ આપે છે જેના વિશે ટ્રિપ પ્લાન કરતી વખતે લોકો વધારે વિચારતા નથી.

  • ટ્રાવેલ ઈન્શ્યોરન્સ છે ખૂબ જ જરૂરી 
  • દુર્ઘટના સામે આપે છે કવરેજ 
  • ટ્રિપ પ્લાન કરતી જરૂર ધ્યાનમાં રાખો આ વાત 

જો તમે ઈન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે. ઈન્ટરનેશન ટ્રિપ પર દુર્ઘટના ભારે પડી શકે છે. કારણ કે તમને તે દેશોનું સિસ્ટમ ખબર નથી હોતી અને સાથે જ ત્યાંના કાયદાની જાણકારી પણ નથી હોતી. 

એવામાં એક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પ્લાન તમારી મોટી મદદ કરી શકે છે. ઘણા દેશો એવા હોય છે જ્યાં ટટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવું વીઝાની જેટલું જ જરૂરી હોય છે. ત્યાં જ અમુક દેશોમાં ઈન્શ્યોરન્સની આવી કોઈ શરતો નથી હોતી. જોકે વિદેશમાં આવી શકતી કોઈ પણ મુશ્કેલીઓ માટે તૈયાર રહેવું જરૂરી છે. માટે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવું ખૂબ જરૂરી છે. 

શું છે ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ? 
ઈન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન મેડિરલ ઈમરજન્સી, સામાનની ચોરી, ફ્લાઈટ છૂટવા કે કેન્સલ થવા, પાસપોર્ટ કે પૈસા ચોરી થવા, જેવી પરિસ્થિતિઓમાં ફાઈનાન્શિયલ કવરેજ આપી શકે છે. ફોરેન ટ્રાવેલ ઈન્શ્યોરન્સમાં તેના ઉપરાંત પણ અલગ અલગ પ્રકારના કવરેજ આપવામાં આવે છે. 

ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પ્લાન તમે પોતાના માટે પણ લઈ શકો છો અને પોતાના ફેમિલી માટે પણ લઈ શકો છો. તેની સાથે જ તમે પોતાની જરૂરીયાતના હિસાબથી પોતાનું ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કસ્ટમાઈઝ પણ કરી શકો છો. 

સારવારનો ખર્ચ 
ઘણા દેશોમાં સારવારનો ખર્ચ ભારતની તુલનામાં ખૂબ વધારે છે. તે દેશોમાં કોઈ પણ પ્રકારની મેડિકલ કે એક્સિડેન્ટલ ઈમરજન્સી આવવા પર સારવારમાં ભારે ખર્ચ કરવો પડી શકે છે. જ્યારે ટ્રાવેલ ઈન્શ્યોરન્સની સાથે મળતા મેડિકલ કવરેજ હોસ્પિટલમાં થતા ખર્ચને કવર કરે છે. 

ટ્રાવેલ ઈન્શ્યોરન્સ નહીં લો તો શું થશે? 
જો તમે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ નહીં લો અને તમારી મુસાફરી કોઈ મુશ્કેલી વગર પૂર્ણ થઈ તો સારૂ છે પરંતુ જો તમને કોઈ મુશ્કેલી આવી જેમ કે બેગેજ ક્યાંક ગુમ થઈ ગયું કે તમારો સામાન ચોરી થઈ ગયો. પર્સ ચોરાઈ ગયું, પાસપોર્ટ મિસપ્લેસ થઈ ગયો કે તમારી તબીયત ખરાબ થઈ તો આ બધી વસ્તુઓ પર તમને વધારે ખર્ચ કરવો પડી શકે છે. આ ખર્ચ તમારા ટ્રાવેલના ખર્ચ કરતા બમણાથી વધારે હોઈ શકે છે. 

ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? 
કોઈ પણ ઈન્શ્યોરન્સ પ્લાનમાં પૈસા લગાવતા પહેલા જોઈ લો કે તેમાં કવરેજ કેટલું છે. સસ્તાના ચક્કરમાં ઓછા કવરેજ વાળો પ્લાન લેવો નુકસાનનો સોદો થઈ શકે છે. નીચે થોડા પ્રશ્નો છે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેતા પહેલા જોઈ લો કે તે સવાલોના જવાબ તે પ્લાન્સમાં છે કે નહીં. 

  • શું મેડિકલ કવરેજ રીઈમ્બર્સમેન્ટની સુવિધા છે? 
  • શું પ્લાન એક્સીડેન્ટલ ઈન્જરી કવર આપે છે? 
  • શું પ્લાન એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈન્જરીને કવર કરે છે?
  • પાસપોર્ટ ગુમ કે ચોરી થવા પર શું ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાના ખર્ચને કવર કરી શકે છે? 
  • ચોરી કે લૂટની સ્થિતિમાં શું ઈન્શ્યોરન્સ પ્લાન સામાન અને કેશના બદલામાં કવરેજ આપી શકે છે?
  • ફ્લાઈટમાં મોડુ કે ફ્લાઈટ છૂટવા પર કવરેજ મળે છે?
  • બેગેજ ગુમ થવા પર કવરેજ છે?
  • રિશિડ્યુલ કે કેન્સલેશન પર કવરેજ છે?

આ ઉપરાંત કોવિડ 19 મહામારી બાદથી ઘણી ઈન્શ્યોર્નસ કંપનીઓ તેની સાથે જોડાયેલા કવરેજ પણ ઓફર કરે છે. કોવિડ 19ના કારણે આ ટ્રેપ કેન્સલ થવા પર તેનુ કવરેજ અને વિદેશમાં કોવિડ 19ના કારણે હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર પડવા પર તેનું કવરેજ પણ અમુક કંપનીઓ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ