બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / travel in a rickshaw there are full chances of being cheated keep this in mind while traveling

અમદાવાદ / ચેતતા રહેજો... રિક્ષામાં મુસાફરી કરી તો છેતરાવાના પૂરા ચાન્સ, મુસાફરી વખતે આ ખાસ ધ્યાન રાખજો

Kishor

Last Updated: 12:08 AM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રિક્ષાની મુસાફરી તો ચોક્કસથી બધાએ કરી જ હશે. હવે રિક્ષાચલકો ડિજિટલ મીટરમાં ચેડાં કરી ડબલ ભાડું વસૂલી રહ્યા છે.

  • રિક્ષાચલકો ડિજિટલ મીટરમાં ચેડાં કરી વસૂલે છે ડબલ ભાડું 
  • ડિજિટલ મીટર પર ન કરતા વિશ્વાસ 
  • રિક્ષામાં મુસાફરી કરશો તો છેતરાશો 

જો તમે અમદાવાદમાં રહેતા હોય તો રિક્ષાનો ઉપયોગ કર્યા વિના છૂટકો જ નથી. કેમ કે અમદાવાદમાં ટ્રાન્સ્પોર્ટેશનના માધ્યમ ઓછા છે. અનિયમિત AMTS અને BRTSમાં ગીચોગીચ ભીડ. અંતે ઓટો રિક્ષા શહેરીજનોનો સહારો છે. પરંતુ ઓટો રિક્ષામાં મુસાફરીને છેતરવામાં આવે છે. સરકારે 2016માં ઓટો રિક્ષા અને ટેક્સીમાં ડિજિટલ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પણ હવે આ મીટરમાં પણ ચેડા થઈ રહ્યા છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. ઓટો રિક્ષાનું ડિજિટલ મીટર. મીટરમાં લગાવેલું સીલ તોડીને મીટર સાથે ચેડા થઈ શકો છે. મીટરમાં એક ચીપ હોય છે. જેના પર ચુંબક ચોટાડી દેતા તમે જેટલી મુસાફરી કરી હશે તેનું ડબલ ભાડું ડિજિટલ મીટર પર શો કરશે. એટલે કે ગ્રાહક મીટર જોઈને ભાડુ ચૂકવશે પણ છેતરાયા હોવાનો અહેસાસ પણ નહીં થાય. આમ વ્યવસ્થિત કૌભાંડ ચાલે છે.

વેપારીઓ ખિસ્સા ભરવા મીટરમાં લગાવેલું સીલ તોડી ચેડાં કરે છે
રિક્ષામાં ડિજિટલ મીટરનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો તે સમયે અનેક ખામીઓ હતી. તે ખામી અંગે તે સમયે જ સરકારને જાણ કરવામાં આવી હતી. હવે ડિજિટલ મીટરના વેપારીઓ પોતાના ખિસ્સા ભરવા મીટરમાં લગાવેલું સીલ તોડીને મીટર સાથે ચેડા કરી આપે છે. સાથે જનતાને ખિસ્સામાંથી નિયત કરતા વધુ ભાડૂ ચૂકવવું પડે છે. અમદાવાદ શહેરમાં લાખો રિક્ષા ચાલક છે. હવે કઈ રિક્ષામાં ડિજિટલ મીટર સાથે ચેડા કરાયા છે. તે જાણવું મુશ્કેલ છે. 
   
કઇ રીતે થઇ રહી છે છેતરપિંડી
ડિજિટલ મીટરમાં સેન્સર હોય છે જેને તોલમાપ વિભાગ મીટર ચકાસી સીલ મારે છે. મીટરમાં સીલ માર્યા બાદ સેન્સર વાયર લગાવેલો હોય છે. જેની સાથે છેડછાડ કરીને ભાડુ વધારે બતાવી શકાય છે.ટુ સ્ટ્રોકનું મીટર ફોર સ્ટ્રોકમાં લગાવવાથી  પણ ભાડુ વધી શકો છે. પ્લગની ઉપર ઓરિજિનલ કોપ ન લગાવાય તો પણ ભાડુ વધે છે.  ડિજિટલ મીટર મુદ્દે તોલમાપ વિભાગ, RTO કમિશનર, વાહનવ્યવહાર વિભાગના કમિશનરને રજૂઆત કરાઈ છે. હજારો લોકો ઓટોરિક્ષાનો ઉપયોગ કરે છે. અને સામાન્ય નાગરિક આ છેતરશપડીનો ભોગ બનતા હોય છે.  જોકો ડિજિટલ મીટર અંગે સરકાર કોઈ પગલાં લે તે જરૂરી બન્યું છે.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ