બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / traffic police gave water to a monkey

માનવતાની મિસાલ / ભર ઉનાળે ટ્રાફિક પોલીસે વાનરને પીવડાવ્યું પાણી! IASએ શેર કર્યો વીડિયો

Khevna

Last Updated: 12:37 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સોશિયલ મીડિયા પર એક ટ્રાફિક પોલીસનો એક વાંદરાને પાણી પીવડાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વીડિયો

  • ટ્રાફિક પોલીસે વાંદરાને પીવડાવ્યું પાણી 
  •  IAS અધિકારી અવનીશ શરણે શેર કર્યો વીડિયો 
  • વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ 

ગરમીની ઋતુ આવી ગઈ છે અને અત્યારથી જ લોકો હેરાન થવા લાગ્યા છે. ઘરમાં હવે તો કુલર કે એસી વગર રહી શકાય તેમ નથી. એક સમય હતો જ્યારે કુલર કે એસી વગર પણ લોકો પંખાના આરામમાં જીવતા હતા, પરંતુ હવે આ સંભવ નથી. શહેરોને તો જવા જ દો, હવે તો ગામડાઓમાં પણ લોકો ગરમીથી રાહત મેળવવા માટે પોતપોતાના ઘરમાં કુલર કે એસી રાખવા માંડ્યા છે. અત્યારે તો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, પરંતુ આ જ મહિનામાં આટલી ગરમીથી લોકોની હાલત ખરાબ છે. હજુ તો મે-જૂન આવવાના બાકી છે, જ્યારે ગરમીમાં કોઈ બહાર પણ ન નીકળી શકે. આવી ગરમીમાં તરસ તો લાગે જ, પરંતુ જરાક વિચારો કે આટલી ગરમીમાં પ્રાણીઓની શું સ્થિતિ થતી હશે, જ્યારે તેમને પાણી ન મળે ત્યારે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વાંદરાને પાણી પીવડાવતા ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે લોકોના દિલ જીત્યા છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રાફિક પોલીસ વાંદરાને પાણી પીવડાવે છે. જ્યારે અમુક છોકરાઓ આ સુંદર દ્રશ્ય જોઈ રહ્યા છે અને અમુક લોકોએ તો આ ઘટનાને કેમેરામાં કેદ પણ કરી લીધી છે. નાના નાના શહેરો કે ગામડાઓમાં તો ઠીક છે કે પાણી મળી જાય છે, પરંતુ પહાડી વિસ્તારમાં રહેનાર પ્રાણીઓને પાણી મેળવવામાં તકલીફ પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરો કેટલો તરસ્યો હતો કે આખી બોટલનું પાણી પી ગયો. આમ તો વાંદરાઓને આખો દિવસ ઊછળ કૂદ કરવા અને ભાગવા દોડવાની આદત હોય છે, તો તરસ લાગવા પર કોઈ તેને પાણી પીવડાવે તેનાથી મોટી વાત શું હોય શકે. 

આ શાનદાર વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડ્યો છે. દિલ જીતનાર આ વીડિયોને IAS અધિકારી અવનીશ શરણે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે અને જણાવ્યું છે કે આ ટ્રાફિક પોલીસનું નામ સંજય ઘુડે છે. માત્ર 30 સેકન્ડનાં આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 71 હજાર કરતા પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે, જ્યારે 14 હજારથી વધારે લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ