બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વર્ષ 2025માં અભિષેક વર્મા-વૈભવ સૂર્યવંશી સહિતના આ યુવા ક્રિકેટર્સે વગાડ્યો ડંકો

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / વર્ષ 2025માં અભિષેક વર્મા-વૈભવ સૂર્યવંશી સહિતના આ યુવા ક્રિકેટર્સે વગાડ્યો ડંકો

Last Updated: 09:38 AM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 વર્ષની ઉંમરમાં જ આઈપીએલમાં જોરદાર ડેબ્યુ કર્યું છે. વૈભવે 35 બોલમાં સદી ફટકારી સૌને ચોંકાવી દીધા છે. એભિષેક એશિયા કપ 2025ના હીરો રહ્યા હતા જેમણે 7 મેચમાં 44.86ની એવરેજ સાથે 314 રન બનાવ્યા હતા.

1/6

photoStories-logo

1. ભારતીય યુવા ક્રિકેટર્સે તેમની જોરદાર છાપ છોડી

વર્ષ 2025માં ઘણા ભારતીય યુવા ક્રિકેટર્સે તેમની જોરદાર છાપ છોડી છે. જેમાંથી એક ખેલાડીએ તો આંતરરાષ્ટ્રીય લેવલે ડંકો વગાડ્યો છે જ્યારે એક ખેલાડીએ IPL સાથે યૂથ વનડે અને ટેસ્ટ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. આવા પાંચ ખેલાડી વિશે આજે અમે તમને જણાવીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૈભવ સૂર્યવંશી

માત્ર 14 વર્ષની ઉંમરમાં આઈપીએલમાં ડેબ્યુ કરનારા વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારીને સૌને ચોંકાવ્યા. તેમણે યૂથ વનડે અને ટેસ્ટ મેચમાં સદી ફટકારવાની સાથે સૈયદ મુસ્તાલ અલી ટ્રોફીમાં પણ સદી ફટકારી હતી. વૈભવે આ વર્ષે યૂથ ટેસ્ટની 4 મેચમાં 31.85 એવરેજ સાથે 223 રન બનાવ્યા. બીજી બાજું 12 યૂથ વનડે મેચમાં 57.50ની એવરેજ સાથે 690 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અભિષેક શર્મા

આ વર્ષે 25 વર્ષીય સલામી બેટ્સમેને T20 ફોર્મેટની 21 મેચ રમી, જેમાં 42.95ની એવરેજ સાથે 859 રન બનાવ્યા. આ દરમિયાન અભિષેકે 1 સદી અને 5 અડધી સદી ફટકારી. અભિષેક એશિયા કપ 2025નો હીરો હતો જેણે 7 મેચમાં 44.86ની એવરેજ સાથે 314 રન બનાવ્યા હતા. જે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો જેના માટે તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરાયો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કુમાર કુશાગ્ર

ઝારખંડના 21 વર્ષીય ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેટિંગથી સૌને ચોંકાવ્યા છે. કુશાગ્રે 10 મેચમાં 60.29ની એવરેજ સાથે 422 રન બનાવ્યા જેમાં 34 ચોગ્ગા અને 22 છગ્ગા સામેલ છે. આ દરમિયાન કુશાગ્રે 84, 86, અને 81 રનની ઈનિંગ રમી હતી. ફાઈનલ મેચમાં 81 રનની ઈનિંગ રમતા તેણે ઝારખંડને ખિતાબી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સુશાંત મિશ્રા

24 વર્ષીય ફાસ્ટ બોલર સૈયદ મુશ્તાકલ અલી ટ્રાફી 2025ના 11 મેચમાં 17.18ની એવરેજ સાથે કુલ 22 વિકેટ હાંસિલ કરી. ઝારખંડની તરફથી રમતા ફાઈનલ મેચમાં સુશાંતે 27 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અંશુલ કંબોજ

25 વર્ષીય ફાસ્ટ બોલરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 11 મેચ રમતા 17.67 એવરેજ સાથે 21 વિકેટ પોતાના નામે કરી. તેમણે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની તરફથી 8 મેચમાં 8 વિકેટ લીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Performance 2025 Indian Cricket Young Players
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ