બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Today the result of supplementary examination of class 12th science stream will be announced, how will the weather of Gujarat be, where is the rain forecast?

2 મિનિટ 12 ખબર / આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનુ પરિણામ થશે જાહેર, કેવું રહેશે ગુજરાતનું હવામાન ક્યાં વરસાદની આગાહી?

Vishal Khamar

Last Updated: 11:37 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27, 28 અને 29 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. તો આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. તો મણીપુુર બાદ હવે મેઘાલયમાં માથાકૂટ ઉભી થઈ છે. ગત રોજ રાત્રીનાં સુમારે મેઘાલયનાં મુખ્યમંત્રીનાં કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યારે મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે. લોકો વરસાદના તાંડવથી તોબા પોકારી ઉઠ્યા છે તેમ છતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા નથી. આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22થી 29 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. આગામી 26મી જુલાઈએ દરિયામાં ડિપ્રેશન સર્જાશે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે.

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિખ શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવનાર છે. ત્યારે પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે સાથે મોબાઈ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશો. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકાશે.  

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા બાદ એકાએક રાજ્યમાં એક માસ સુધી ઓવર સ્પીડ સહિતનાં ટ્રાફિક નિયમ અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાની કાર્યવાહી કરી છે. ત્યારે આજથી પોલીસ દ્વારા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહિ કરશે. ત્યારે રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવનાં આદેશ આપ્યા છે. 

 ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 3 દિવસની રિમાન્ડ પુર્ણ થતાં પોલીસે તથ્યને ગ્રામ્યકોર્ટમાં રજુ કર્યો. જો કે પોલીસે રિમાન્ડ ન માગતાં ગ્રામ્યકોર્ટે તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો. જેને લઇને તથ્ય પટેલને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ન્યાયિક જાપ્તામાં રાખવામાં આવશે. ચુકાદા સાથે જ જેલતંત્રએ તથ્ય પટેલને કેદી નંબર - 8683 નંબર ફાળવ્યો. તો બીજી બાજુ તથ્યના બળાત્કારી પિતાને પણ જેલહવાલે કરવામાં આવ્યો છે. ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ કેદી જેલમાં કેદી નંબર - 8626થી ઓળખવામાં આવશે. મહત્વનું છેકે અકસ્માત બાદ તથ્યના બળાત્કારી પિતા પ્રજ્ઞેશે પુત્રને જેલથી બચાવવા લાખ ધમપછાડા કર્યા હતા. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં બાપ બેટાને જેલ હવાલે કર્યા છે. 

જૂનાગઢમાં વરસાદી આફત વચ્ચે જર્જરીત ઈમારત ધરાશાયી થયાની મોટી દુર્ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એકી સાથે ચાર લોકોને કાળ આંબી જતા અરેરાટી મચી ગઈ છે. સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. ત્યારે જર્જરિત ઇમારત ધરાશાયી થયાની દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કરી તાત્કાલીક સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય સરકાર દ્વારા ચુકવવામા આવશે.

ભાવનગરના તોડકાંડમાં 82 દિવસ જેલવાસ ભોગવ્યા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો અને જામીન પર છુટકારો થયો છે. 82 દિવસ જેલમાં રહ્યા બાદ આજે યુવરાજસિંહને જામીન મળ્યા છે. ત્યારબાદ યુવરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. જેમાં યુવરાજસિંહે કહ્યું હતું કે મને ન્યાયતંત્ર ઉપર સંપુર્ણ ભરોસો હતો. હું ડમીકાંડ બહાર લાવ્યો ત્યારે મારી સામે તોડકાંડ ઊભો કર્યો હતો.વધુમાં યુવરાજસિંહે હુંકાર કરતા કહ્યું હતું કે તોડકાંડમાં જે અધિકારીઓ સંડોવાયેલ છે જેને તોડ કર્યા છે તેને હું ખુલ્લા પાડીને જ જંપીશ,  વધુમાં હું મારું રાજકીય સ્ટેન્ડ આગામી દિવસોમાં જાહેર કરીશ. તેવું યુવરાજસિંહે કહ્યું હતું.

જમીન કૌભાંડ મામલે ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને કસ્ટડીમાં મોકલાયા છે. વાત જાણે એમ છે કે, અગાઉ માઉન્ટ આબુથી ધરપકડ કર્યા બાદ તેમણે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જોકે હવે  પૂર્વ IAS એસ.કે.લાંગા રિમાન્ડ પુર્ણ થતા ગતરોજ તેમને કસ્ડટીમાં મોકલાયા છે. 

રાજ્યમાં યુરિયા ખાતરની અછત મામલે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કેન્દ્ર સરકાર ગુજરાતને વધારાનો યુરીયા ખાતરનો જથ્થો આપશે. તેમજ કેન્દ્ર સરકાદ ગુજરાતને વધારાનો 15 હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો આપશે. ત્યારે રાજ્ય સરકાર પાસે હાલ 2.55 લાખ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યને ફાળવાયેલા કુલ 8.61 લાખ મેટ્રિક ટનમાંથી 6.22 લાખ મેટ્રિક ટનનો ઉપયોગ થયો છે. ગુજરાતમાં સારા વરસાદનાં કારણે વાવેતરમાં વધારો થયો છે. સારા વરસાદથી વાવેતર ગત વર્ષ કરતા ચાલુ વર્શે 61 ટકા થયું છે. 

નોર્થ ઈસ્ટના રાજ્યોમાં દિનપ્રતિદિન સ્થિતિ કથળતી જાય છે. મણિપુરમાં તો હિંસાની હોળી ખેલાઈ રહી છે ત્યાં હવે મેઘાલયમાં માથાકૂટ ઊભી થઈ છે અને સીધા મુખ્યમંત્રીના કાર્યાલય પર હુમલો કરાયો હતો સદનસીબે સીએમ બચી ગયા હતા.  

કેન્દ્ર સરકારે પીએફ ખાતાધારકોને એક મોટી ભેટ આપતાં પીએફના વ્યાજદરમાં વધારો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકાર હેઠળના એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) એ નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ ખાતા માટે 8.15 ટકા વ્યાજ દર જાહેર કર્યો છે, જે અગાઉ 8.10 ટકા હતો. ઈપીએફઓએ દરેક સભ્યના ખાતામાં વ્યાજ જમા કરાવવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. બોર્ડ ઓફ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ એકાઉન્ટ પર 8.15 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો અને તેને નાણાં મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે.   

રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી મહિલા અંજુના મામલે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ કર્યો છે. પોતાના પ્રેમ સંબંધ હોવાનો ઇનકાર કરતાં તેણે કહ્યું હતું કે 20 ઓગસ્ટે જ્યારે તેના વિઝાની મુદત પૂરી થશે ત્યારે અંજુ ભારત પરત ફરશે. તે અહીં પરિવારની મહિલાઓ સાથે છે. નસરુલ્લાએ કહ્યું કે તેનો અંજુ સાથે લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. 2019માં ફેસબુકના માધ્યમથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. અંજુ પાકિસ્તાનની મુલાકાતે હતી, તેણે પેશાવરથી લગભગ 300 કિલોમીટર દૂર જિલ્લાના કુલશો ગામથી ફોન પર જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનની મુલાકાતે છે. લગ્ન કરવાની તેની કોઈ યોજના નથી.


ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમી રહી છે. આ મેચની બીજી ઈનિંગમાં જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી ત્યારે એક મોટો રેકોર્ડ તુટી ગયો હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. જણાવી દઈએ કે ભારતે તેની બીજી ઇનિંગમાં ઝડપી સ્કોર બનાવ્યો છે. એટલે કે ભારતે 24 ઓવરમાં 181 રન બનાવ્યા. અંહિયા મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં માત્ર 74 બોલમાં પોતાના 100 રન બનાવ્યા, આ કરીને ભારતે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ