બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / To start a business, the government is giving a loan of up to 10 lakh without guarantee, know how to take advantage

તમારા કામનું / બિઝનેસ શરૂ કરવા માટે સરકાર વગર ગેરેન્ટી એ આપી રહી છે 10 લાખ સુધીની લોન, જાણો કઈ રીતે ઉઠાવી શકાશે લાભ

Megha

Last Updated: 06:12 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવામાં આજે અમે તમને ભારત સરકારની એક ખૂબ મહત્વકાંક્ષી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના.

  • નવો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર ગેરંટી વીના આપી રહી છે લોન 
  • ભારત સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી
  • આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. 

જો સમજી વિચારીને યોજના કરી કોઈ બિઝનેસ શરૂ કરવામાં આવે તો બિઝનેસ સફળ થવાની સંભાવના બધી જાય છે. બીજી તરફ દેશમાં ઘણા એવા લોકો છે જે આર્થિક રૂપે કમજોર છે અને તેને કારણે તેનો બીઝનેસ શરૂ નથી કરી શકતા. એવામાં આજે અમે તમને ભારત સરકારે એક ખૂબ મહત્વકાંક્ષી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. 

શું છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના
આ યોજના હેઠળ સરકાર લોકોને નવો બિઝનેસ શરૂ કરવા માટે ગેરંટી વગર દસ લાખ રૂપિયા સુધીની લોન આપે રહી છે. જણાવી દઈએ કે ભારત સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી અને કેન્દ્ર સરકારની આ યોજનાનો સીધો ફાયદો એ લોકોને પંહોચ્યો છે જેઓ સંસાધનોની અછતને કારણે પોતાનો નવો બિઝનેસ શરૂ કરી શકતા નથી. આજે અમે તમને એ જ પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

-  પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લોન લેવા પર તમારી પાસે કોઈ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં નથી આવતો. યોજના અંતર્ગત લાભાર્થીઓણે એક મુદ્રા કાર્ડ પણ મળે છે અને એ કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડ તરીકે કરવામાં આવે છે. 

- આ કાર્ડની મદદથી તમે તમારા બિઝનેસથી જોડાયેલ ખર્ચા માટે પૈસા લઈ શકો છો.  આ યોજના દ્વારા સરકાર દેશમાં સ્વરોજગાર અને સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહીત કરવા માંગે છે. 

- આ યોજના અંતર્ગત જો કોઈ વ્યક્તિ નાનો કે મોટો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે તો તે મુદ્રા યોજના હેઠળ 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. 

- મુદ્રા યોજના હેઠળ મળતી આ લોનની નોન કોર્પોરેટ અને બિન-કૃષિ કાર્યો માટે જ આપવામાં આવે છે. આ સિવાય જે લોકો ડિફોલ્ટર છેએમને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ નહીં મળે. 

- આ માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બિઝનેસનું સરનામું, સ્થાપનાનો પુરાવો, છેલ્લા ત્રણ વર્ષની બેલેન્સ શીટ, આવકવેરા રિટર્ન, સેલ્ફ ટેક્સ રિટર્ન અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. મુદ્રા યોજનાની સત્તાવાર વેબસાઇટ https://www.mudra.org.in/ આ યોજના માટે તમે સહેલાઈથી અરજી કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ