બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Three people died in a fire in a truck in Modasa, Aravalli

દુ:ખદ બનાવ / અરવલ્લીના મોડાસામાં ટ્રકમાં ભીષણ આગ લાગતા એક બાળક સહિત 3ના મોત, 150થી વધુ ઘેટાં-બકરા પણ ભડથું, જાણો કારણ

Malay

Last Updated: 12:00 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aravalli News: અરવલ્લીના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં આગ લાગતા એક બાળક સહિત ત્રણ લોકો ભડથું, આગમાં 150થી વધુ ઘેટાં-બકરાના પણ મૃત્યુ.

  • મોડાસામાં ટ્રકમાં લાગી ભીષણ આગ
  • ટ્રકમાં આગ લાગતા ત્રણ લોકોના મૃત્યુ 
  • આગમાં 150થી વધુ ઘેટાં બકરાના પણ મૃત્યુ 

Aravalli News: અરવલ્લીના મોડાસામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે 150થી વધુ ઘેટા-બકરાના પણ મૃત્યુ નિપજ્યા છે. હાલ મોડાસા અને ટીંટોઇ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી 
મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ પાસેથી ઘેટાં બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી, ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતાં ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આખી ટ્રક આગની ઝપેટમાં આવી ગઈ હતી.  ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ટ્રકમાં સવાર ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. જ્યારે ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ખાખ થઈ ગયાં હતાં.

ફાયર વિભાગની ટીમ દોડી આવી
તો રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અરવલ્લીના મોડાસામાં ટ્રકમાં લાગી ભીષણ આગ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની બે ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.

એક બાળક સહિત ત્રણના મોત
આ બનાવ અંગેની જાણ થતાં મોડાસા અને ટીંટોઇ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાં ભીષણ આગ લાગતા ટ્રકમાં સવાર એક બાળક અને બે પુરુષોના મોત નિપજ્યાં છે. જ્યારે 150થી વધારે   ઘેટાં-બકરાના પણ મૃત્યુ નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ