બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / This recipe will soothe acidity or inflammation in the stomach in a pinch, its great importance in Ayurveda

હેલ્થ / આ નુસખો પેટમાં એસિડિટી કે બળતરાને ચપટીમાં શાંત કરશે, આયુર્વેદમાં તેનું ખૂબ મહત્ત્વ

Last Updated: 12:00 AM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર વ્યક્તિને પેટમાં એસિડિટી કે છાતીમાં બળતરા જેવું થાય પછી ક્યાંય ચેન પડતું નથી. આવા સંજોગોમાં તાત્કાલિક એસિડિટીને કંટ્રોલ કરતી દવાઓ લેવામાં આવે છે.

  • એસિડિટી કે છાતીમાં બળતરા જેવું થાય પછી ક્યાંય ચેન પડતું નથી
  • તાત્કાલિક એસિડિટીને કંટ્રોલ કરતી દવાઓ લેવામાં આવે છે
  • દવાઓ તમને થોડા સમય પૂરતી જ રાહત આપી શકે છે

 ઘણીવાર વ્યક્તિને પેટમાં એસિડિટી કે છાતીમાં બળતરા જેવું થાય પછી ક્યાંય ચેન પડતું નથી. આવા સંજોગોમાં તાત્કાલિક એસિડિટીને કંટ્રોલ કરતી દવાઓ લેવામાં આવે છે, જોકે આ દવાઓ તમને થોડા સમય પૂરતી જ રાહત આપી શકે છે, પરંતુ એક ફળ એવું છે, જેમાં ઔષધીય ગુણો છે, જે આમ તો તમે મસાલામાં વાપરતાં હો છો, પરંતુ આયુર્વેદમાં તેનું ખૂબ મહત્ત્વ છે. આ ફળ ગોવા અને ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. અહીં વાત થઇ રહી છે-કોકમની. તે જોવામાં સફરજન જેવું દેખાય છે, તેને સૂકવીને લાંબા સમયથી આપણે મસાલા તરીકે વાપરીએ છીએ. કોકમની તાસીર ઠંડી હોય છે. તેથી તેને પિત્તદોષ સંબંધિત બીમારીમાં ફાયદાકારક માનવામાં આવે છે. પેટમાં ગેસ, બળતરા કે એસિડિટી હોય તો કોકમ ખૂબ ફાયદાકારક છે. કોકમમાં આવશ્યક વિટામિન, જેમ કે વિટામિન-એ, વિટામિન-બી3, વિટામિન-સી અને ખનીજતત્ત્વો જેમ કે કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ અને ઝિંક ભરપૂર પ્રમાણમાં હોય છે, તેમાં સારી એવી માત્રામાં ફોલિક એસિડ, એસ્કોર્બિક એસિડ, એસિટિક એસિડ, હાઇડ્રોક્સી સાઇટ્રિક એસિડ અને ફાઇબર હોય છે. આ ફળનો ઉપયોગ વેઇટ લોસ, હાર્ટ ડિસીઝ જેવા હેલ્થ પ્રોબ્લેમથી બચવા માટે કરવામાં આવે છે, જાણો કોકમના કેટલાક ફાયદા.

પેટમાં ગેસ, બળતરા કે એસિડિટી હોય તો કોકમ ખૂબ ફાયદાકારક

પાચન માટે:
    સૂકાં કોકમ એસિડ રિફ્લેક્સ અને તેનાં કેટલાંક લક્ષણો, જેમ કે હાર્ટબર્નને શાંત કરવા અને પાચનમાં સુધાર માટે પણ જાણીતાં છે. કેટલાંય વર્ષોથી કોકમનો ઉપયોગ પાચન સંબંધિત સમસ્યાઓ માટે થાય છે. તે એસિડિટીના લીધે પેટમાં થતી બળતરાને ઘટાડે છે.


વેઇટ લોસ માટે: 
    કોકમમાં હાઇડ્રોક્સીસાઇ‌િટ્રક એસિડ હોય છે. તે ભૂખને ઘટાડવાનું કામ કરે છે. તે વેઇટ લોસ જર્નીને સરળ બનાવે છે. આ સાથે તે કાર્બોહાઇડ્રેટને ફેટમાં બદલવાની પ્રક્રિયાને પણ નિયંત્રિત કરે છે, તેનાથી બોડીમાં એકસ્ટ્રા ફેટ બનવાનું જોખમ પણ ઘટે છે.
હાર્ટ ડિસીઝથી બચાવે: 
    ફાઇબરથી ભરપૂર હોવાના કારણે કોકમ હાર્ટ માટે પણ ફાયદાકારક છે. તે એક શક્તિશાળી એ‌િન્ટઓક્સિડન્ટ છે, સાથે-સાથે તેમાં રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ જેવાં ખનીજોની ઉપસ્થિતિના લીધે તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે, જે મોટા ભાગે હાર્ટ ડિસીઝનું કારણ બને છે.

કેન્સર માટે ફાયદાકારક: 
    આ ફળના સેવનથી કેન્સર થવાનો ખતરો ઘટે છે, તેમાં એ‌િન્ટ ઓક્સિડન્ટની સાથે એ‌િન્ટકાર્સિનોજેનિક ગુણો હોય છે. જે ફ્રી રેડિકલ્સને સાફ કરીને બોડી સેલ્સના અસામાન્ય વિકાસને રોકે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક: 
    કોકમમાં એ‌િન્ટડાયાબિ‌િટક ગુણ હોય છે. તે બોડીમાં ઇન્સ્યુલિનના સ્તરને વધારીને લોહીમાં રહેલી વધારાની શુગરને ઘટાડે છે. આવા સંજોગોમાં તે ડાયાબિટીસના સેવનમાં પણ ફાયદાકારક છે. કોકમ મગજમાં સેરોટોનિનના સ્તરને વધારે છે. તેથી ચિંતા અને સ્ટ્રેસ પણ ઘટે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Acidity Ayurveda kokam એસિડીટી કોકમ helth
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ