બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / This item is most beneficial for women in winter

સ્વાસ્થ્ય / શિયાળામાં મહિલાઓ માટે સૌથી ફાયદાકારક છે આ વસ્તુ, 5 સમસ્યાઓથી મળશે ઝાટકે છુટકારો

Pooja Khunti

Last Updated: 04:20 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sesame seeds: તલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. મહિલાઓએ શિયાળામાં તલનું સેવન કરવું જોઈએ. જાણો તલનાં સેવનથી થતાં ફાયદાઓ વિષે.

  • તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે
  • તલનું સેવન ત્વચા માટે ખુબજ ફાયદાકારક 
  • મહિલાઓએ તલનું સેવન જરૂરથી કરવું 

તલ શરીરનાં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. તલનું સેવન શિયાળામાં કરવું જોઈએ, કારણકે તે તાસીરમાં ગરમ હોય છે. શિયાળામાં લોકો તલનાં લાડુ અથવા હલવો બનાવીને તલનું સેવન કરે છે. તલમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, વિટામિન A અને સોડિયમ હોય છે. મહિલાઓએ જરૂરથી તલનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી કેટલીક સમસ્યાઓથી રાહત મળે છે. 

હાડકાં મજબૂત બનાવે 
તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી હાડકાની બધી જ સમસ્યાઓ દૂર થાય છે. તલનાં સેવનથી શરીરની નબળાઈ અને થાક દૂર થાય છે. 

અનિયમિત પિરિયડ્સની સમસ્યા દૂર થાય 
ઘણી મહિલાઓને અનિયમિત પિરિયડ્સની સમસ્યા હોય છે. જેનું મુખ્ય કારણ જીવનશૈલી છે. તલનાં સેવનથી આ સમસ્યાથી રાહત મળે છે. તલની અંદર ફેટી પ્રદાર્થ હોય છે. જેના કારણે પિરિયડ્સ નિયમિત રીતે આવે છે. 

હોર્મોન્સ અસંતુલન 
તલની અંદર વિટામિન C હોય છે. જે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન્સનું સ્તર વધારે છે. તલમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો પણ જોવા મળે છે. જેના કારણે હોર્મોન્સ અસંતુલનની સમસ્યા દૂર થઈ શકે છે.

વાંચવા જેવું: શું તમે પણ હેલ્ધી રહેવા માટે આ લોટનો કરી રહ્યાં છો ઉપયોગ? તો સાવધાન!

ત્વચા  
તલનું સેવન ત્વચા માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ત્વચાને જરૂરી પોષક તત્વો મળે છે. જે ત્વચાનાં ભેજને જાળવી રાખે છે.  

એનર્જી વધારે 
મહિલાઓ દિવસ દરમિયાન કેટલા બધા કામ કરતી હોય છે. જેના કારણે તેમના શરીરમાં એનર્જી ઓછી થઈ જાય છે. તલનું સેવન કરવાથી એનર્જી વધે છે. તલમાં ઓમેગા 3 હોય છે. એટલા માટે મહિલાઓએ જરૂરથી તલનું સેવન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ