બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Shopping / Things people should buy from Jammu and Kashmir

શોપિંગ / શૉલ, કેસર, ડ્રાયફ્રૂટ્સ અને કાર્પેટની ખરીદી માટે બેસ્ટ છે જમ્મુ કાશ્મીર

Bhushita

Last Updated: 10:36 AM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'કુછ દિન તો ગુજારો કશ્મીરમેં'ને સાકાર કરવા તમે ત્યાંની મુલાકાત લઈ શકો છો. જો તમે અહીં ફરવા જાવ તો તમે શું ખરીદશો તે તમારા માટે પ્રશ્ન હોઈ શકે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે જમ્મુ કાશ્મીરથી શું ખરીદી શકાય.

આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે જમ્મુ કાશ્મીરથી શું ખરીદી શકાય. ત્યાં કઈ વસ્તુઓ ફેમસ છે. જો આ ચીજો તમે ખરીદીને લાવો છો તો તમે અહીં એક અલગ જ પર્સનાલિટી મેન્ટેન કરી શકો છો. તો આવો જાણીએ કઈ ચીજો ખરીદવી જોઈએ જમ્મુ કાશ્મીરથી.

કાર્પેટ્સ
હેન્ડીક્રાફ્ટથી જ તૈયાર કરાયેલી કાર્પેટ પણ સુંદર દેખાય છે. તેની કિંમત તેના કામને આધારે નક્કી કરાય છે. સિલ્ક અને ઊનના મટિરિયલમાં પર્શિયન ડિઝાઈનમાં તૈયાર કરાયેલી કાર્પેટનો લૂક અલગ જ હોય છે. સાથે જ તેમાં કેટલું મટિરિયલ વપરાયું છે તેની પર પણ તેની કિંમતનો આધાર રહે છે. આ પણ એક સારું ઇન્વેસ્ટમેન્ટ સાબિત થશે. અહીં રહેતા કારીગરો કાર્પેટ તૈયાર કરે છે. 

કેસર
તેજાનામાં આ એક જાણીતું નામ છે. તમે તેને જમ્મુ કે કાશ્મીરથી પણ ખરીદી શકો છો. આ એક મોંઘો મસાલો ગણવામાં આવે છે. પણ જો તમારે ઓરિજિનલ કેસર ખરીદવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. 

વુડન કાર્વિંગ
અલગ શેપ, અલગ સાઈઝ અને કિંમતની વાત કરીએ તો દરેક રેન્જમાં અદ્ભૂત કહી શકાય તેવા વુડન કાર્વિંગ ખરીદી શકો છો. જ્વેલરી બોક્સ હોય કે ફર્નિચર. તમને અહીં દરેક ચીજ મળી રહેશે. અહીંના કાર્વિંગની વિશેષતા એ છે કે તેમાં અખરોટના ઝાડનો ઉપયોગ કરવામાં આવે છે. કદાચ તમે આ કાર્વિંગને જમ્મુ અને કાશ્મીરની એક્સક્લુઝિવ ચીજ ગણાવી શકો છો.

શૉલ
એમ્બ્રોડરી વાળી શૉલ જમ્મુની ઓળખ છે. અહીંના રધુનાથ બજારમાંથી તમે ખાસ પ્રકારની શૉલ ખરીદી શકો છો. પશ્મીના અને ઊનમાંથી આ ગરમ શૉલ તૈયાર કરવામાં આવે છે. પશ્મિના શૉલ ખાસ કરીને ખાસ પ્રકારની બકરીના વાળમાંથી તૈયાર કરવામાં આવે છે. શાહુતશ પણ એક મટિરિયલ છે જેની શૉલ પણ લોકો ખરીદે છે. અનેક ડિઝાઈન અને કિંમતમાં આ શૉલ ખરીદવાની મજા અલગ જ છે. 

કાગળની લુગ્દી
કાગળની લુગ્દીમાંથી ખાસ રીતે તૈયાર કરાયેલા પેન સ્ટેન્ડ, વોલ હેંગિગ્સ, ફ્લાવર વાઝ અને લેમ્પ શેડ્સ પણ તમારી ખરીદીનો બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. હેન્ડીક્રાફ્ટને સુંદર દેખાડવા તેને પેઈન્ટ કરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ તમે ગિફ્ટ પણ કરી શકો છો. 

ડ્રાયફ્રૂટ્સ
જમ્મૂ ખાસ કરીને ખજૂર માટે જાણીતું છે. તમે અહીંથી કાજુ, બદામ અને ખજૂર ખરીદીને લાવી શકો છો. આ માટે રધુનાથ માર્કેટના વેપારીઓની મુલાકાત લઈ શકાય છે. અહીં અનેક સ્ટોર્સ છે જ્યાંથી તમે બાર્ગેનિંગ કરીને ડ્રાયફ્રૂટ્સ ખરીદી શકો છો. તમે તમારા ઘર માટે અને સંબંધીઓ માટે પણ આ ડ્રાયફ્રૂટ્સ ખરીદીને લાવી શકો છો.

મીઠાઈ
મીઠાઈની વાત કરીએ તો સુંદ પંજરી અને ચોકલેટ બરફી જમ્મુની ઓળખ છે. ઘીના ટેસ્ટવાળી આ ચોકલેટ બરફીનું ટેક્ચર અલગ જ હોય છે. સુંદ પંજરીમાં ઘી, ડ્રાયફ્રૂટ્સ, નટ્સ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. તમે આ બે ખાસ મીઠાઈઓ તમારી સાથે લાવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Jammu and Kashmir Shopping carpets saffron shawls sweets જમ્મુ-કાશ્મીર શોપિંગ Shopping Guide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ