બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / ઓરેન્જ કેપ માટે આજે થશે ટક્કર, વૈભવ સાથે સાઈ સુદર્શન અને શુભમન ગિલ દેખાશે એક્શનમાં
Last Updated: 08:37 AM, 29 May 2026
IPL 2026 ની ક્વોલિફાયર 2 મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ન્યુ ચંદીગઢ ખાતે રમાશે. આ મેચમાં બધાની નજર ફરી એકવાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર રહેશે. કેમ કે, રાજસ્થાન રોયલ્સના આ ઓપનિંગ બેટ્સમેને એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જેમાં તે સદીથી થોડા અંતરે ચૂકી ગયો હતો પરંતુ તેની 97 રનની શાનદાર ઇનિંગે રાજસ્થાન ટીમને ક્વોલિફાયર 2 માં પહોંચાડી હતી. આ સાથે તેની પાસે ઓરેન્જ કેપઆવી ગઈ હતી. આજે વૈભવ સૂર્યવંશી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે ઓરેન્જ કેપ માટે જોરદાર મુકાબલો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સનો ઓપનર વૈભવ સૂર્યવંશી હાલમાં IPL 2026 ઓરેન્જ કેપ રેસમાં આગળ છે. જેમાં તે 680 રન સાથે ટોપના સ્થાને છે. આજે તેની પાસે નંબર 1 પર પોતાનું સ્થાન મજબૂત કરવાનો મોકો પણ છે. જો વૈભવ સૂર્યવંશી આજે સારી ઇનિંગ્સ રમશે અને પોતાની ટીમ માટે ફાઇનલમાં ટિકિટ મેળવશે તો આ સિઝનમાં કોઈ તેની પાસેથી ઓરેન્જ કેપ કોઈ છીનવી શકશે નહીં.
ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઇ સુદર્શન 652 રન સાથે બીજા સ્થાને છે, જ્યારે શુભમન ગિલ 618 રન સાથે ચોથા સ્થાને છે. આજે આ ત્રણેય પ્લેયરનું મુખ્ય ધ્યાન પોતપોતાની ટીમોને ફાઇનલમાં લઈ જવા પર રહેશે. જે ખેલાડી પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડવા માટે સૌથી વધુ રન બનાવશે તે પ્લેયર ઓરેન્જ કેપ મેળવશે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર 1 જીતીને IPL 2026 ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. જેમાં વિરાટ કોહલી હાલમાં 600 રન સાથે ઓરેન્જ કેપ રેસમાં 6ઠ્ઠા સ્થાને છે. આજની મેચમાં વૈભવ સૂર્યવંશી, સાઇ સુદર્શન અને શુભમન ગિલ જો વધુ રન બનાશે તો વિરાટ કોહલીને ઓરેન્જ કેપ રેસમાંથી સંપૂર્ણ રીતે બહાર થઇ જશે.
કેમ કે ક્વોલિફાયર 2 જીતનાર ટીમના બેટ્સમેનને આજની મેચ સિવાય ફાઇનલમાં - રન બનાવવાનો બીજો મોકો મળશે. આથી જો કોઈ કોહલી સામે 100 રનથી વધુની લીડ મેળવે છે તો RCBના કોહલીનું આ વર્ષે ઓરેન્જ કેપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ જશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ IPL ઓરેન્જ કેપ માત્ર બે વાર મેળવી છે. જેમાં વર્ષ 2016 અને 2024 માં ઓરેન્જ કેપ મેળવી હતી. તેને છેલ્લી ચાર સીઝનમાં સતત 600 થી વધુ રન બનાવ્યા છે. આ કોન્સીસ્ટેન્સી જ વિરાટ કોહલીને સ્પેશિયલ બનાવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.