બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The weather department has predicted that the temperature will remain like this for 5 days

હવામાન અપડેટ / ગુજરાતમાં વાદળાં બંધાશે! હવામાન વિભાગે કરી ભેજવાળી આગાહી, 5 દિવસ તાપમાન આવું રહેશે

Priyakant

Last Updated: 03:28 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update Latest News: રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત્ રહેશે તો તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

  • રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત્ રહેશે 
  • તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી 
  • અરબી સમુદ્રમાં ભેજના લીધે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

Gujarat Weather Update : રાજ્યમાં આગામી દિવસોણા વાતાવરણને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત્ રહેશે તો તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે અરબી સમુદ્રમાં ભેજના લીધે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.  મહત્વનું છે કે, ઉત્તર પશ્ચિમ ઉત્તર પવન ફૂંકાઇ રહ્યા છે જેને લઈ હાલ અમુક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.

વધુ વાંચો: હવે તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ગુજ. હાઈકોર્ટમાં એડવોકેટ જનરલનું એલાન

ગુજરાતના હવામાનને લઈ નવી આગાહી સામે આવી છે. હવામાનની આગાહી મુજબ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે. ગઇકાલે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરતા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાળો આવશે તેમજ તાપમાન ઘટતા સામાન્ય ઠંડી અનુભવાશે. હાલ ઉત્તર -ઉતરપૂર્વના પવન ફૂંકાયા છે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે જે ત્રણ 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. આમ 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા વ્યક્ત કરાઈ છે. કમોસમી વરસાદને લઈ જણાવ્યું હતું કે, આવનાર પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ