બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Now all clinics and hospitals have to do compulsory registration

નિવેદન / હવે તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ગુજ. હાઈકોર્ટમાં એડવોકેટ જનરલનું એલાન

Priyakant

Last Updated: 02:54 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat HighCourt Latest News: એડવોકેટ જનરલનું નિવેદન, અત્યાર સુધી 50 કે તેનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું પણ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે

  • માંડલ અંધાપાકાંડ મુદ્દે થયેલી સુઓમોટો અરજી પર હાથ ધરાઈ સુનાવણી
  • ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલનું નિવેદન 
  • અત્યાર સુધી 50 કે તેનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું
  • હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે
  • ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા

Gujarat HighCourt : અમદાવાદના માંડલ અંધાપાકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ છે. આ દરમિયાન એડવોકેટ જનરલનું કોર્ટમાં મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કહ્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે. આ સાથે કહ્યું હતું કે, ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા છે. નોંધનિય છે કે, માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ આંખમાં ઓપરેશન બાદ ઈન્ફેક્શન થતા આંખની દ્રષ્ટી ગુમાવી છે. અમદાવાદની અસારવા ખાતે સરકારી આંખની હોસ્પિટલમાં હાલ 10 દર્દી સારવાર પર છે. આ બધાની વચ્ચે હવે માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે. સરકારે બનાવેલી સમિતિએ તપાસ પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી કરાઇ છે. 

વધુ વાંચો: હે ભગવાન! માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ ગુમાવી આંખની દ્રષ્ટી, ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ

માંડલ અંધાપાકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટોની સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે એક મોટું એલાન કર્યું છે. વાત જાણે એમ છે કે, માંડલ અંધાપાકાંડને લઈ હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ હતી. અહી એડવોકેટ જનરલે કહ્યું કે, અત્યાર સુધી 50 કે તેનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું પણ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે ઉમેર્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે અને ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ