બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Vande Bharat train met with an accident near Valsad when a bull ran over it

દુર્ઘટના / વલસાડ નજીક વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, બળદ અડફેટે ચડયો, ટ્રેન 20 મિનિટ સુધી રોકવી પડી

Kishor

Last Updated: 10:50 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વંદે ભારત ટ્રેનને વલસાડ નજીક બળદ આડે ઉતરતા અકસ્માત નડ્યો હતો. જેમાં બળદનું મોત થયું છે. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન કે કોચને કોઈ નુકસાન થવા પામ્યું નથી.

  • વંદે ભારત ટ્રેનને વધુ એક વખત અકસ્માત નડ્યો
  • વલસાડ નજીક બળદ આડે ઉતરતા ટ્રેનનો અકસ્માત
  • બળદનું મોતઝ સદનસીબે ટ્રેનના એન્જિન કે કોચને  નુકસાન ન થયું

પાટનગર ગાંધીનગરથી મુંબઈ સુધી દોડતી વંદે ભારત ટ્રેનને વધુ એક વખત અકસ્માત નડ્યો છે. વલસાડ નજીક બળદ આડે ઉતરતા ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જેમાં બળદનું મોત થયું છે. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન કે કોચને કોઈ નુકસાન થવા પામ્યું નથી. પરંતુ આ દુર્ઘટનાને પગલે ટ્રેનને 20 મિનિટ રોકાવી દેવાની નોબત આવી હતી. ત્યારબાદ બળદને ટ્રેક પરથી હટાવી ટ્રેન આગળ જવા દેવામાં આવી હતી. મહત્વનું છે કે અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં જ ટ્રેનને ચાર અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે.

બળદ 40 મીટર સુધી ઢસડાયો

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારીત સમય મુજબ ગાંધીનગરથી મુંબઈ જઈ રહી હતી. આ દરમિયાન વલસાડ રેલવે સ્ટેશનથી દૂર આવેલા લોકોસેડ નજીક ટ્રેક પર એકાએક બળદ આવી ગયો હતો. જેના પરિણામે ટ્રેન બળદ સાથે અથડાઈ હતી અને બળદ 40 મીટર સુધી ઢસડાયો હતો. બાદમાં મહામહેનતે ટ્રેન રોકી લેવામાં સફળતા મળી હતી.

સપ્ટેમ્બર 2022 માં શરૂ કરાઈ છે વંદે ભારત ટ્રેન
આ અકસ્માતની જાણ થતાની સાથે જ વલસાડ રેલવેના કર્મચારીઓ અને આરપીએફનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કોચ નીચે ફસાયેલા બળદને બહાર કાઢ્યો હતો. જોકે આ દરમિયાન ગંભીર ઇજાને પગલે બળદનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં 20 મિનિટ રોકાયા પછી ટ્રેન રવાના કરવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવે વિભાગના પી.આર.ઓ પ્રદીપ શર્માએ આ ઘટનાની પુષ્ટિ કરી અને ટ્રેનમાં કોઈ નુકસાન ન થયું હોવાનું જાહેર કર્યું હતું. મહત્વનું છે કે સપ્ટેમ્બર 2022 માં શરૂ કરાયેલ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડી ચુક્યો છે. જેમાં ભેંસ આડી ઉતરવા ઉપરાંત અનેક વખત પશુને લઈને ટ્રેન અકસ્માતગ્રસ્ત બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ