બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The unseasonal rains in Rajkot caused havoc in the marriage

કમોસમી વરસાદ / VIDEO: ક્યાંક ઉડ્યા મંડપ તો, ક્યાંક ભરાયા પાણી, લગ્નની સિઝનમાં આસમાની આફતે નાખ્યું વિઘ્ન

Dinesh

Last Updated: 10:12 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat wethar update: રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજકોટમાં કમોસમી વરસાદ વરસતા વરસાદ લગ્નમાં વિધ્ન બન્યો છે

રાજ્યમાં ઉનાળા સાથે લગ્ન સિઝન શરૂઆત થઈ રહી છે. ત્યારે રાજ્યમાં આવેલી આસમાની આફતે લગ્ન પ્રસંગોની મુશ્કેલી વધારી છે. ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમે વરસેલા વરસાદે લગ્નના મંગળ પ્રસંગમાં વિઘ્ન નાખ્યુ છે. ભારે પવન સાથે વરસેલા વરસાદે ક્યાંક મંડપ ઉડાડ્યા તો, ક્યાંક લગ્ન મંડપને ધરાશાયી કર્યો છે.

 

રાજકોટમાં મંડપ ધરાશાયી
રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજકોટમાં કમોસમી વરસાદ વરસતા વરસાદ લગ્નમાં વિધ્ન બન્યો છે. ભારે પવન સાથે વરસાદ આવતા કાલાવડ રોડની લગ્ન પ્રસંગનો ઉભો કરાયેલો લગ્ન મંડપ ધરાશાયી થયો છે. મંડપ ધરાશાયી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

ભૂતેડી ગામે લગ્ન મંડપ ઉડ્યો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામે કમોસમી વરસાદે લગ્ન પ્રસંગમાં ખલેલ પાડી  હતી. ભૂતેડી ગામે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા લગ્ન મંડપ ઉડવાની ઘટના બની હતી.ત્યારે લગ્નની સિઝનમાં કમોસમી વરસાદ આવતા વરસાદે લગ્ન પ્રસંગની મજા બગાડી હતી. બનાસકાંઠામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે

વડાલીમાં લગ્ન પ્રસંગમાં વરસાદ વિલન
સાબરકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા લગ્ન મંડપ ઉડવાની ઘટના બની છે. વડાલીમાં અચાનક વરસાદ આવતા લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યુ છે. લગ્ન મંડપ ઉડવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

વાંચવા જેવું: ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોમાંથી 10 રિપીટ, 5 નવા નામો, આ જૂનાજોગીઓના પત્તા કટ

રાણપુરમાં વરસાદ
બોટાદના રાણપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. લગ્ન સરાની સિઝનમાં વરસાદ વરસતા લગ્ન પ્રસંગમાં વિઘ્ન પડ્યુ છે. લગ્ન પ્રસંગે વરસાદ વરસતા લગ્નની મજામાં વરસાદે ખલેલ પાડી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ