The Supreme Court's refusal to allow the procession, saying it would blame the community if not the people.
મોહરમ /
સુપ્રીમ કોર્ટની શોભાયાત્રાની પરવાનગી આપવાનો ઇનકાર, કહ્યું લોકો નહીં તો આ સમુદાયને દોષી ઠેરવશે..
Team VTV03:57 PM, 27 Aug 20
| Updated: 04:03 PM, 27 Aug 20
Muharram procession: સુપ્રીમ કોર્ટે આ અગાઉ ઓડિશામાં જગન્નાથ યાત્રાને મંજૂરી આપી હતી, જોકે કોર્ટે કહ્યું હતું કે તે માત્ર એક શહેરનો મામલો હતો. સમગ્ર દેશનો નહીં. જો આખા દેશ માટે પરવાનગી આપવામાં આવે તો લોકો કોરોના માટે એક સમુદાય વિશેષને દોષી ઠેરવવાનું શરૂ કરી દેશે.
મોહરમ માટે દેશભરમાં શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે લોકો કોઈ એક જ સમુદાયને કોવિડનું દોશી માનશે
સુપ્રીમે સાથે એ પણ કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક આદેશો નહિ આપીએ
સુપ્રીમ કોર્ટે મોહરમ શોભાયાત્રાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. શિયા ધર્મગુરુ મૌલાન કલ્બે જવ્વાદે દેશભરમાં મુહર્રમની શોભાયાત્રા કાઢવાની માંગણી કરી એક અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી નકારી દીધી છે. આ નિર્ણય કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
સામાન્ય હુકમથી પેદા થઈ શકે અરાજકતા
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે 'સામાન્ય હુકમ' ની મંજૂરીથી 'મોટી અરાજકતા પેદા થઈ શકે છે.' સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ દશામાં કોવિડને ફેલાવવા માટે કોઈ ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવશે. અમે તે આદેશોને મંજૂરી નહીં આપીએ જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર થઈ શકે તેમ છે
મુહર્રમ માટે કોઈ વિશેષ સ્થળ નથી
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે મોહરમની શોભાયાત્રા માટે કોઈ ઓળખાયેલ સ્થળ નથી, જ્યાં પ્રતિબંધો કે સાવચેતી રાખી શકાય. ખંડપીઠે કહ્યું કે તમે એક સમુદાય માટે સમગ્ર દેશમાં જૂલુસ કાઢવા માટે અસ્પષ્ટ આદેશોની માંગણી કરી રહ્યાં છો.
જગન્નાથ યાત્રાને લગતી દલીલ પણ ફગાવી
ખંડપીઠે વકીલ દ્વારા શિયા મૌલવી કલ્બે જવ્વાદની દલીલને પણ ફગાવી દીધી હતી, જેમણે જણાવ્યું હતું કે જગન્નાથ પુરી મંદિરમાં રથયાત્રાની મંજૂરી છે. કોર્ટે કહ્યું કે જગન્નાથ પુરી કેસ કોઈ ચોક્કસ જગ્યાએનો હતો, જ્યાં રથને એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ તરફ જવું હતું. જો અહીં પણ કોઈ વિશિષ્ટ સ્થાન હોય, તો અમે ખતરાનું મૂલ્યાંકન કરી શકીએ અને ઓર્ડર પસાર કરી શકીએ.
સુપ્રીમે કહ્યું, તો તમારે ઇલાહાબાદ હાઈકોર્ટ જવું પડશે
અરજદારે કહ્યું હતું કે તેમને ઓછામાં ઓછા લખનૌમાં શોભાયાત્રા કાઢવાની છૂટ હોવી જોઈએ, કારણ કે મોટાભાગના શિયા લોકો આ શહેરમાં જીવે છે. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ માટે તેઓએ અલ્હાબાદ હાઈકોર્ટમાં જવું જોઈએ.
મોહરમ ક્યારે છે?
ચાંદના દર્શન સાથે, આ ઉત્સવ 29 અથવા 30 ઓગસ્ટથી શરૂ થશે. શિયા મુસ્લિમ સમુદાયના લોકો તેને ગમ અને દુઃખના ઉત્સવ તરીકે ઉજવે છે. આ દિવસે ઇમામ હુસેન અને તેના સાથીઓની શહાદતને યાદ કરવામાં આવે છે.