બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / The schedule of IPL will be announced in two phases regarding the elections
Last Updated: 08:10 AM, 21 February 2024
IPL 2024 : IPL રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, IPL-2024નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરાશે. લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષનું મોટું નિવેદન સામે આવ્યું છે કે, આ વર્ષે લોકસભા ચૂંટણી પણ યોજાનાર છે જેથી અમે કેટલીક મેચોની તારીખ અગાઉ જાહેર કરશું તો બાકીની મેચોની તારીખ પછી જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
BCCI plans to start IPL from March 22: IPL Chairman Arun Dhumal
— ANI Digital (@ani_digital) February 20, 2024
Read @ANI Story | https://t.co/vMBipDSTmJ#IPL2024 #IPL #IndianPremierLeague #ArunDhumal #IPLChairman #BCCI pic.twitter.com/C5EfWOotVX
ADVERTISEMENT
લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે, લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે. તેવી સ્થિતિમાં ટુર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નઈમાં શરૂ થવાની યોજના છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, ફાઈનલની તારીખ નક્કી કરવામાં આવી નથી. મહત્વનું છે કે, આ આખી ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ચેન્નઈ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમીને તેની ઇવેન્ટની શરૂઆત કરશે. જોકે એક ચર્ચા એવી પણ છે કે, આ વખતે ફાઈનલ 26 મેના રોજ યોજાય તેવી શક્યતા છે, કારણ કે લીગના થોડા દિવસો બાદ જ 1 જૂનથી T20 વર્લ્ડ કપ શરૂ થશે.
BCCI is planning to start IPL 2024 from March 22. IPL 2024 schedule will be announced in two halves. The schedule for the first half will be announced and then the schedule for the other half will be announced after the announcement of general election dates: IPL Chairman Arun… pic.twitter.com/ToaefqK23U
— ANI (@ANI) February 20, 2024
વધુ વાંચો: બિહાર: લખીસરાય-સિકંદરા મુખી માર્ગ પર મોટી દુર્ઘટના, 8 લોકોના મોત, 6થી વધુ ઘાયલ
વિદેશી ખેલાડીઓ ભારતમાં જ રહેશે
નોંધનીય છે કે, IPL પહેલાં જ તમામ દેશોના ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેમના ખેલાડીઓ ફાઈનલ સુધી ટુર્નામેન્ટ રમવા માટે ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં બાકીની ટીમના ખેલાડીઓને પણ સાથે તૈયારી કરવા માટે ઓછો સમય મળશે. જે ટીમ પ્લેઓફમાં નથી પહોંચી શકી તે ટીમના ખેલાડીઓ ચોક્કસપણે 26 મે પહેલા નેશનલ ટીમમાં સામેલ થઈ શકે છે. આ તરફ હવે IPL પહેલા મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ પણ યોજાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 17 માર્ચે યોજાશે. IPL પણ 5 દિવસ પછી શરૂ થાય તેવી શક્યતાઓ છે. WPLની તમામ મેચ બેંગ્લુરુ અને દિલ્હીના 2 શહેરોમાં યોજાશે, પરંતુ IPLમાં તમામ 10 ટીમની મેચ 10 અલગ-અલગ સ્ટેડિયમમાં યોજાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.