બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / The old man was caught in gangs stealing jewelery in such a way

સાવચેતી / ઘરમાં ઘરડા હોય તો ચેતવી દેજો.! વૃદ્ધને આવી રીતે ફોસલાવી ઘરેણાંની ઉઠાંતરી ગેંગ સંકજામાં, ચોરીનો ડર બતાવી જુઓ શું કરતાં

Vishal Khamar

Last Updated: 11:04 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં વૃદ્ધોને રીક્ષામાં બેસાડી ઘરેણાં ચોરતી ગેંગને ઝડપી પડી છે. આ ગુનાનાં માસ્ટર માઈન્ડને પોલીસે ઝડપી પાડી ઉધના વિસ્તારમાં થયેલ ત્રણ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે.

  • સુરતમાં વૃદ્ધોને રીક્ષામાં બેસાડી ઘરેણાં ચોરતી ગેંગ ઝડપાઈ
  • ઉઘનાં પોલીસે બે મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા
  • પોલીસે આરોપીઓ પાસેથી રીક્ષા, ઘરેણાં સહિત કુલ રૂા. 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

 સુરત શહેરમાં વૃદ્ધોને રીક્ષામાં બેસાડી ઘરેમાં ચોરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે.  ઉઘનાં પોલીસે બે મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા છે.  ઝડપાયેલ લોકો પાસેથી પોલીસે રીક્ષા સહિત ઘરેણાં મળી કુલ 2 લાખ 44 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

માસ્ટર માઇન્ડને ઝડપી ઉધનાના ત્રણ ગુના ડિકેક્ટ કર્યા

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં  વૃદ્ધોને રીક્ષામાં બેસાડી પેસેન્જરોને ઘરેણા લૂંટાઈ જવાનો ભય આપી માત્ર વૃદ્ધ લોકોને જ રીક્ષામાં બેસાડતા હતા.  જે બાદ વૃદ્ધાનાં ઘરેણાં કાઢી રૂમાલમાં મૂકી નજર ચૂકવી રૂમાલની હેરાફેરી કરી દેતા હતા. જે બાદ વૃદ્ધોનો વિશ્વાસ કેળવી મે તમારા કિંમતી દાગીનાં બચાવ્યા કહી વૃદ્ધાઓ પાસેથી આશીર્વાદ પણ માંગતા હતા. જે બાદ ચોરીનો મુદ્દામાલ અસ્પાક ગોલ્ડ રાખતો હતો. ઉધનાં પોલીસે બે મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. માસ્ટર માઈન્ડ અસ્પાક ગોલ્ડને ઝડપી ઉધના વિસ્તારમાં થયેલ ત્રણ ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. 

આ ગેંગ વૃદ્ધ મહિલાઓને જ ટાર્ગેટ કરતી હતીઃ ભગીરથ ગઢવી (DCP ઝોન -2, સુરત)
આ બાબતે સુરત ડીસીપી ઝોન 2 નાં ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે,  જે સાગરીતો હતો તે રીક્ષામાં બેસી રહેતા હતા.  કોઈ એવી જગ્યા હોય કે જ્યાંથી વૃદ્ધ મહિલા પસાર થતી હોય તો તે વૃદ્ધ મહિલા પાસે જઈ તેઓ મહિલાઓને એવું કહેતા કે આ એરિયા ચોર અને છેંતરપીંડી વાળા લોકોનો છે. આ એરિયામાંથી સુરક્ષિત બચવું હોય તો તમે અમારી રીક્ષામાં બેસી જાઓ.  તેમ કહી રીક્ષામાં બેસાડી દેતા હતા. અને કહેતા કે આ એરિયા સુરક્ષિત નથી તો તમે તમારા ઘરેણાં રૂમાલમાં મુકી દો તેમ કહી મુકાવી દેતા હતા. તેમજ તેઓની સાથે જે અન્ય સાગરીતો હતો. તે પણ આ જ રીતે પોત પોતાનાં ઘરેણાં ઉતારી દેતા હતા. જે બાદ તેઓ રૂમાલને બદલી દઈ સાચા ઘરેણાં લઈ લેતા હતા. અને નકલી ઘરેણાં વૃદ્ધને આપી દેતા હતા.  આ રીતે તેઓ વૃદ્ધ મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા. 

ભગીરથ ગઢવી (DCP ઝોન -2, સુરત)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ