બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / ભારત / The hit and run law will no longer apply The decision was taken in the meeting of Truck Transport Association

નિર્ણય / BIG BREAKING: સરકાર સાથેની બેઠક સફળ: ટ્રાન્સપોર્ટ એસોએ. હડતાળ પરત ખેંચી, નવો હિટ એન્ડ રન કાયદો હાલ લાગૂ નહીં થાય

Dinesh

Last Updated: 10:37 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hit and Run Law update: કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું છે કે દસ વર્ષની સજાના કાયદા અંગે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા કરવામાં આવી છે, આ કાયદો હજુ અમલમાં આવ્યો નથી. અમે તેને લાગુ કરતાં પહેલાં AIMTC સાથે ચર્ચા કરીશું

 

  • સરકારના હિટ એન્ડ રન કાયદો હાલ નહીં થાય લાગૂ
  • સરકાર સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મળી હતી બેઠક
  • બેઠકમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફી લેવાયો નિર્ણય

આખરે ટ્રક ડ્રાઈવરોએ કેન્દ્ર સરકારને ઝૂકાવી દીધી છે. ટ્રક ચાલકોએ બે દિવસમાં એવું રમખાણ મચાવ્યું કે સરકારને બીજા જ દિવસે તેમની માગ માનવાની ફરજ પડી હતી. ટ્રક ડ્રાઈવરો હિટ એન્ડ રનના કાયદા પાછો ખેંચવાની માગણીએ હડતાળ પર ઉતર્યાં હતા. કેન્દ્ર સરકારે તેમની આ માગ સ્વીકારી લેતાં મામલાનું સુખદ સમાધાન આવ્યું છે. મંગળવારે સાંજે ટ્રાન્સપોટર્સ અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં સરકારે ટ્રાન્સપોર્ટર્સની હિટ એન્ડ રનનો કાયદો લાગુ ન પાડવાની માગ સ્વીકારી લેતા હડતાળ સમેટાઈ ગઈ હતી.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ શું કહ્યું ?
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું છે કે દસ વર્ષની સજાના કાયદા અંગે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ કાયદો હજુ અમલમાં આવ્યો નથી. અમે તેને લાગુ કરતાં પહેલાં AIMTC સાથે ચર્ચા કરીશું અને તે પછી તેને લાગુ કરશું

AIMTC અધ્યક્ષે શું કહ્યું ?
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદને જણાવ્યું હતું કે, બેઠકમાં કહ્યું કે, ડ્રાઈવર ભાઈઓ તમે અમારા સૈનિક છો. અમે નથી ઈચ્છતા કે તમને કોઈ તકલીફ પડે. બેઠકમાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી ફરી બેઠક નહી થાય ત્યાં સુધી 10 વર્ષની સજા અને દંડનો કાયદો હમણાં લાગુ નહી થાય.

વાંચવા જેવું: અહીંયા લાગુ પડેલા પેટ્રોલ કાપે આખા દેશના પંપો પર લગાવી દીધી લાઈનો, ગુજરાતને લઈને મોટું અપડેટ

ટ્રકચાલકોએ વિરોધ કર્યો
ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રનના નવા કાયદા મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા અને દંડ જોગવાઈ કરાઈ હતી. જે કાયદા બદલ દેશ સહિત ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ હતી. ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. જેને લઈ આજે સરકાર અને ટ્રક ચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં હમણા આ કાયદો લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ