બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / The headless corpse was found in two pieces near the Asalali Circle

અમદાવાદ / પ્લાસ્ટીકની બે થેલીમાંથી આવી રહી હતી દુર્ગંધ, ખોલ્યું તો આંખો ફાટી રહી

Dharmishtha

Last Updated: 03:22 PM, 4 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરનાં અસલાલી સર્કલ નજીક પ્લા‌સ્ટિકની બે થેલીમાં માથા વગરની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચાની કીટલી નજીક કોઈ અજાણ્યાં શખ્સો પ્લાસ્ટિકની બે થેલી ફેંકીને જતાં રહ્યાં હતાં. જેને પગલે પોલીસ ઘટનાં સ્થળે પહોંચી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

  • લાશનું માથું અને આંગળીઓ ઘટના સ્થળે નહોતી
  • અસલાલી સર્કલ નજીક માથા વિનાની લાશ બે ટુકડામાં મળી
  • લાશ નગ્ન હાલતમાં હતી જેથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી

માથા વગરની બે ટુકડામાં લાશ મળી

અસલાલી સર્કલ નજીક આવેલી એક ચાની કીટલી આ પાસે પ્લાસ્ટિકની બે થેલીમાં અત્યંત દુર્ગંધ મારતી હતી. ચાની કીટલી ધરાવતી વ્યક્તિએ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાં લઈને પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પ્લાસ્ટિકની થેલી ખોલીને તપાસ કરતાં તેઓ ચોંકી ગયા હતાં. પ્લાસ્ટિકની બે થેલીમાં માથા વગરની લાશ હતી. 

લાશનું માથુ અને આંગળીઓ ઘટના સ્થળે નહોતી

અજાણ્યાં યુવકની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરીને તેના માથાને ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. આ સિવાય યુવકની ઓળખ થાય નહીં તે માટે તેની તમામ આંગળી પણ કાપી લેવામાં આવી હતી. ઘટનાં સ્થળેથી માથું અને આંગળીઓ મળી આવી નહોતી. અસલાલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

લાશ નગ્ન હાલતમાં હતી

યુવકનાં કપડાં પરથી તેની ઓળખ થાય નહીં તે માટે હત્યારાએ હત્યા કર્યા બાદ કપડાં પણ કાઢી લીધાં હતાં. નગ્ન હાલતમાં લાશનાં બે કટકા કરીને અલગ અલગ બ્લૂ કલરની બે પ્લા‌સ્ટિકની થેલીમાં ભરીને જાહેરમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસને શંકા છે કે જે યુવકની હત્યા થઈ છે તે કોઈ ક્રિ‌મિનલ પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. જેના કારણે તેની આંગળીઓ કાપી લેવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ