બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / The biggest role of the DYSP serving in Saurashtra is not to let the case against the facts

તથ્ય પટેલ કેસ / 'સિંધુભવન અકસ્માત કેસ'માં ચોંકાવનારો ઘટસ્ફોટ: તથ્ય વિરૂદ્ધ કેસ ન થવા દેવામાં સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા DySPનો સૌથી મોટો રોલ

Malay

Last Updated: 10:32 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Tathya Patel Case: અમદાવાદના સિંધુભવન રોડ પર 3 જુલાઈએ સર્જેલા અકસ્માતમાં તથ્યને બચાવવા માટે સૌરાષ્ટ્રના એક DySPએ મોટી ભૂમિકા ભજવી હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.

 

  • સિંધુભવન રોડ પરનો અકસ્માતનો કેસ 
  • તથ્યએ બેફામ કાર હંકારી કર્યો હતો અકસ્માત 
  • કેસ ન થવાં દેવામાં સૌરાષ્ટ્રના DySPની મોટી ભૂમિકા

ઇસ્કોન બ્રિજ પર બેફામ જેગુઆર કાર ચલાવી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલની ધરપકડ બાદ તેણે સિંધુભવન રોડ પર 3 જુલાઈએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. સિંધુભવનના કાફેમાં ગાડી ઘુસાડવાના CCTV વાયરલ થયા બાદ ગઈકાલે M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સિંધુભવન અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે ફરિયાદ ન થવા દેવામાં સૌરાષ્ટ્રના એક DySPએ મોટી ભૂમિકા ભજવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

મોવ કાફેની દિવાલ સાથે અથડાવી હતી થાર
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલે ગત 3 જુલાઈના રોજ બેફામ થાર કાર ચલાવીને સિંધુભવન રોડ પર આવેલા મોવ કાફેની દિવાલ સાથે અથડાવીને અકસ્માત સર્જ્યો હતો. જોકે, તે સમયે કાફેના માલિક ફરિયાદ કરે તે પહેલા જ તથ્ય પટેલે પિતા પ્રજ્ઞેશ પટેલ અને કાકા મોન્ટુને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. 

DySPએ ખાસ માણસ મોકલી કરાવ્યું હતું સમાધાન 
પોલીસબેડામાં ચાલી રહેલી ચર્ચા મુજબ, તથ્યએ પિતા અને કાકાને જાણ કરતાની સાથે જ બંને સિંધુભવન ખાતેના કાફે ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન મોન્ટુ સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા એક DySPને ફોન કર્યો હતો. જેથી તેમણે તાત્કાલિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા તેમના ખાસ માણસને ફોન કરીને કાફે ખાતે મોકલ્યો હતો. જ્યાં તેણે કાફેના માલિક સાથે બેઠક કરીને તેમને સમાધાન કરવા સમજાવ્યા હતા. જેથી કાફેના માલિકે તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાવી ન હતો. સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા આ DySPએ આ કેસમાં ભૂમિકા ન ભજવી હોત તો ઇસ્કોન બ્રિજ મોતકાંડ અટકી શક્યો હોત. 

શું બની હતી સમગ્ર ઘટના?
અમદાવાદના નબીરા તથ્યએ બુધવારે રાત્રે બેફામ ઝડપે લક્ઝુરિયસસ કાર દોડાવી અને તેના ખપ્પરમાં નવ કોડભરી જિંદહી હોમાઈ ગઈ. આ નબીરાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું હતું. તેણે ગત 03 જુલાઈની રાત્રે પણ અકસ્માત સર્જ્યો હતો. તથ્ય પટેલે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર થાર કાર બેફામ ચલાવીને કેફેમાં ઘુસાડી દીધી હતી. 3 જુલાઈએ 0093 નંબરની થારને તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પરના એક કેફેમાં ઘુસાડી દીધી હતી. તથ્ય પટેલે સિંધુભવન રોડ પર આવેલ કેફેની દીવાલ તોડી નાખી હતી. એ સમયે તથ્ય પટેલ અને કેફેના સંચાલકે સમાધાન કરી લીધું હતું. 

અકસ્માતના CCTV પણ આવ્યા 
જોકે, ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ 3 જુલાઈની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં જોવા મળી રહ્યું છે કે તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે. થાર કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે. જોકે, હવે M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ