ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'રાજકારણ શીખવું હોય તો રાવણ પાસેથી શીખજો...' રબારી સમાજના સંમેલનમાં ઠાકરશી રબારીનું નિવેદન

બનાસકાંઠા / 'રાજકારણ શીખવું હોય તો રાવણ પાસેથી શીખજો...' રબારી સમાજના સંમેલનમાં ઠાકરશી રબારીનું નિવેદન

Last Updated: 08:24 PM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News, Thakarshi Rabari Statement, Congress Leader Thakarshi Rabari, Rabari Samaj Sammelan

ADVERTISEMENT

બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન 13 નવેમ્બર થઈ ચુક્યું છે અને હવે 23 નવેમ્બરે મતગણતરી છે. પરંતુ ચૂંટણી પ્રચાર પત્યા પછી પણ નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે. બનાસકાંઠામાં રબારી સમાજના સંમેલનમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ સત્તાની ચાલ રાવણ પાસે શીખવા અપીલ કરી હતી.

રાજકારણ શીખવું હોય તો રાવણનું શીખજો: ઠાકરશી રબારી

ધાનેરા ખાતે આયોજિત રબારી સમાજના સંમેલનમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ રાવણ પાસે રાજકારણ શીખવાની અપીલ કરી હતી. તેમણે ક્હ્યં કે, 'જો રાવણે વિભીષણને રામ પાસે ન મોકલ્યો હોત તો લંકાની ગાદી પર રામ રાજ કરતા હોત. રાવણની રાજનીતિ હતી કે મારા મોત બાદ લંકાની ગાદી પર વિભીષણ બેસે.સત્તાની વાત આવે તો બધા રાવણની જેમ વિચારજો. સત્તાની વાત આવે તો બધી જગ્યાએ આપણી જગ્યાએ બીજો રબારી સેટ કરી દેજો''

આ પણ વાંચો: વધુ એક હોસ્પિટલ વિવાદમાં, મહિલાના હૃદયને બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યાનો આક્ષેપ

PROMOTIONAL 12

રબારી સમાજના સંમેલનમાં ઠાકરશી રબારીની શીખામણ

ધાનેરા ખાતે રબારી સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમૂહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે શૈક્ષણિક સંકુલ માટે 13 કરોડ રૂપિયાનું દાન પણ આવ્યું છે. જે કાર્યક્રમના મંચ પરથી ઠાકરશી રબારીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાજકારણમાં રહેવું હોય તો રાવણની રાજનીતિ સમજવી જોઈએ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Leader Thakarshi Rabari Rabari Samaj Sammelan Thakarshi Rabari Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ