ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વધુ એક હોસ્પિટલ વિવાદમાં, મહિલાના હૃદયને બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યાનો આક્ષેપ

જૂનાગઢ / વધુ એક હોસ્પિટલ વિવાદમાં, મહિલાના હૃદયને બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યાનો આક્ષેપ

Last Updated: 06:13 PM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળની મહિલા આયુષ હોસ્પિટલમાં હૃદયની સારવાર માટે આવી હતી પરંતુ હોસ્પિટલના ડૉક્ટર્સ દ્વારા હૃદયને બદલે મગજનું ઓપરેશન કર્યાનો આક્ષેપ કર્યો છે

ADVERTISEMENT

રાજ્યમાં ખ્યાતિ કાંડ બાદ એક બાદ એક હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. હવે જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. વેરાવળની મહિલા આયુષ હોસ્પિટલમાં હૃદયની સારવાર માટે આવી હતી. પરંતુ હોસ્પિટલના ડૉક્ટર્સ દ્વારા હૃદયને બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યાનો દર્દીના પરિવારે આક્ષેપ કર્યો છે.

AAYUSH

જૂનાગઢની આયુષ હોસ્પિટલ આવી વિવાદમાં

મગજના ઓપરેશન બાદ મહિલાની હાલત અત્યંત ગંભીર છે. મહિલા કોમામાં સરી પડતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતા હોસ્પિટલ મેનેજમેન્ટે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.. હોસ્પિટલ દ્વારા ઓપરેશન ચાર્જ ન લેવાનું કહી મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ પોતાની બેદરકારી છૂપાવવા દર્દીનિા પરિવાર માટે રહેવા જમવાની પણ સુવિધા કરી આપી હતી. જોકે 24 કલાકથી મહિલાને ICUમાં રાખવા છતાં ડૉક્ટર્સ દર્દીની સ્થિતિ અંગે જણાવતા ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત, સર્જરીના ત્રીજા જ દિવસે જીવ ગયો

PROMOTIONAL 11

દર્દીના પુત્રએ શું કહ્યું ?

દર્દીના પુત્ર રમેશભાઈ સોલંકીએ જણાવ્યું કે, અમે મારી મમ્મીની હર્દયની બિમારી હતી જેને લઈ હોસ્પિટલ આવ્યા હતા. અહીં એક ઈન્જકેશન આપ્યું અને જેના પછી આડઅસર કે અન્ય કોઈ કારણોસર ડોક્ટરે કહ્યું કે, મગજનો આપરેશન કરવું પડશે તાત્કાલિક નિર્ણય લેવો પડશે. જેના પગલે તેમણે હાર્ટના બદલે મગજનો ઓપરેશન કરી દીધું છે અને હવે મમ્મી ICUમાં છે અને કઈ બોલતા જ નથી. આ હોસ્પિટલમાં સંપૂર્ણ બેદરકારી છે. અહીં કોઈનો પોઝિટીવ જવાબ પણ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayush Hospital Controversy Junagadh Ayush Hospital,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ