ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત, સર્જરીના ત્રીજા જ દિવસે જીવ ગયો

પર્દાફાશ / ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત, સર્જરીના ત્રીજા જ દિવસે જીવ ગયો

Last Updated: 05:04 PM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હત્યારી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી ગાંધીનગરના શેરથા ગામના કનુભાઇ પટેલનું ઓપરેશનના ત્રીજા દિવસે જ મોત નીપજ્યું

ADVERTISEMENT

ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કૌભાંડી કરતૂતોના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના લેભાગુ તબીબોના વાંકે ગાંધીનગરના શેરથા ગામના વ્યક્તિનું મોત થયું છે.

હત્યારી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત

હત્યારી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત થયું છે. ખ્યાતિ હોસ્પિટલના લેભાગુ તબીબોના વાંકે ગાંધીનગરના શેરથા ગામના વ્યક્તિનું દુ:ખદ મોત થયું છે. હોસ્પિટલની બેદરકારીને કારણે કનુભાઇ પટેલનું ઓપરેશનના ત્રીજા દિવસે મોત નીપજ્યું થતાં ફરી એકવાર ખ્યાતિ હોસ્પિટલ પર આક્રોશ વ્યાપ્યો છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2022માં ખ્યાતિ હોસ્પિટલે સરકારી યોજનાના પૈસા પડાવવા ફ્રી કેમ્પ કર્યાનો ખુલાસો થયો છે. 2022માં 17 લોકોને હોસ્પિટલ લાવી 7 સ્વસ્થ લોકોને સ્ટેન્ટ લગાવી દેવાયા હતા.

આ પણ વાંચો: શામળાજીના છેલ્લા દર્શન! નેશનલ હાઈવેના પુલ પરથી કાર ખાબકતાં પડીકું વળી, 4ના કમકમાટી ભર્યા મોત

PROMOTIONAL 11

કડીના બોરીસણા ગામના 2 લોકોના પણ જીવ ગયા

વર્તમાનામાં ચર્ચામાં આવેલી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા હતા. તો અન્ય 5 ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. PM-JAY યોજના કાર્ડ હેઠળ મસમોટી ફાઇલ પાસ કરવા ખોટા ઓપરેશન કરી નાખી રાક્ષસ તબીબો તો ગાયબ થઇ ગયા પરંતુ હોસ્પિટલના ડાયરેક્ટર્સ પણ ગાયબ થઇ ગયા. જો જેના પગલે કાર્યવાહીનો દોર પણ સરકારે શરૂ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khyati Hospital Ahmedabad Khyati Hospital Update Khyati Hospital Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ