ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શામળાજીના છેલ્લા દર્શન! નેશનલ હાઈવેના પુલ પરથી કાર ખાબકતાં પડીકું વળી, 4ના કમકમાટી ભર્યા મોત

ઘટના / શામળાજીના છેલ્લા દર્શન! નેશનલ હાઈવેના પુલ પરથી કાર ખાબકતાં પડીકું વળી, 4ના કમકમાટી ભર્યા મોત

Last Updated: 03:02 PM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આજરોજ દેવ દિવાળીના દિવસે શામળાજીના દર્શન કરીને પરત જતી વેળાએ એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા.

ADVERTISEMENT

દેવ દિવાળીના દિવસે ભક્તો મોટી માત્રમાં ભગવાનના દર્શન કરવા જતા હોય છે. ત્યારે આજ રોજ એક પરિવારને દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. જેમાં અરવલ્લીના મોડાસાના ગળાદર પાસે પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી.

નીચે ખાબકતા કારનો કુરચો બની ગયો હતો. તથા પરિવારના તમામ સભ્યોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા ટીંટોઇ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ન કોઈ ફોન આવ્યો ન OTP...મધરાત્રે વેપારીના ખાતામાં ઉપડી ગયા 30 લાખ, આવા ફ્રોડથી બચજો

મળતી માહિતી અનુસાર અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈ-વે પર થયેલ દુર્ઘટનામાં શામળાજી મંદિર દર્શન કરીને પરિવાર પરત ફરતો હતો. જેમાં નેશનલ હાઈ-વેના પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી. ગાડીમાં બેઠેલા એક મહિલા, બે પુરૂષ અને એક બાળકનું ઘટનામાં મૃત્યુ થયું હતુ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad-Udaipur National Highway Arvalli Accident news accident news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ