ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
શું તમને સવારે ઉઠીને ચા પીવાની આદત છે ? આમ તો મોટાાગના દરેક લોકોને ઉઠ્યા બરોબર ચા પીવા જોઇએ. જો ચા ન મળે તો દિવસ શરુ થયો ન ગણાય. ચાની તો એવી લત લાગી ગઇ છે કે પૂછો જ નહી. એવા ઘણા લોકો છે જેઓને સવારે નાસ્તો ન આપો તો ચાલે પણ જો ચા ન મળે તો , જાણે જ આવી જ બન્યુ. પરંતુ શું તમને ખબર છે કે ભૂખ્યા પેટે ચા પીવી કેટલી નુકસાન કારક છે.

ADVERTISEMENT
સંશોધન શું કહે છે ચા પીવી કે ?
સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો તમે સવારે ખાલી પેટે કેફીનનું સેવન કરો છો અને ખાલી પેટ ચા કે કોફી પીઓ છો, તો તે માત્ર તમારા પાચનમાં સમસ્યા ઉભી નથી કરતા પરંતુ તમારા મેટાબોલિઝમને પણ નુકસાન પહોંચાડે છે. ખાલી પેટ ચા પીવાથી ડીહાઈડ્રેશન, કબજિયાત, પેટમાં ગેસ, ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ADVERTISEMENT
ખાલી પેટે ચા પીવી કેમ હાનિકારક છે ?
જ્યારે આપણે ખાલી ચા પીએ ત્યારે લીવરમાંથી નીકળતો પિત્તનો રસ પાચન પ્રક્રિયામાં મદદ કરતો નથી. જેના કારણે ઉલટી, ચક્કર, હાર્ટબર્ન અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. મોઢામાં રાતોરાત ઘણા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે ચા પીતી વખતે પેટની અંદર જાય છે, જે સારા બેક્ટેરિયાને ખલેલ પહોંચાડે છે, જે ચયાપચયને અસર કરે છે અને પેટમાં અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે.
ADVERTISEMENT
ચા પીવાના ગેરફાયદા
એસિડિટી
ADVERTISEMENT
ખાલી પેટ ચા પીવાથી આપણી ભૂખ મટે છે અને કલાકો સુધી ખાવાની ઈચ્છા થતી નથી. જેના કારણે ગેસ બનવાની સમસ્યા શરૂ થાય છે. જેના કારણે પેટમાં એસિડિટીની સમસ્યા થવા લાગે છે.
અલ્સર
સવારે ખાલી પેટે સખત ચા પીવાથી પેટની અંદરની સપાટીને નુકસાન થાય છે. જો આમ લાંબા સમય સુધી કરવામાં આવે તો અલ્સર અને એસિડિટીની સમસ્યા શરૂ થઈ જાય છે.
ADVERTISEMENT
હાડકાં નબળાં પડે
ખાલી પેટ ચા પીવાથી થોડા વર્ષોમાં શરીરના સાંધામાં દુખાવો થવા લાગે છે. પાછળથી હાડકા પણ નબળા પડી જાય છે.
ડિહાઇડ્રેશન
આખી રાત સૂવાને કારણે આપણા શરીરમાં લાંબા સમય સુધી પાણી નથી મળતું, આવી સ્થિતિમાં જો તમે શરીરમાં કેફીન ઉમેરશો તો ડિહાઈડ્રેશનની સમસ્યા વધી જાય છે.
પુરુષોમાં પ્રોસ્ટેટ સમસ્યાઓ
સવારે ખાલી પેટે ચા પીવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
અનિદ્રા
વધારે ચા પીવાથી ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઈ શકે છે અને તેના કારણે ચીડિયાપણું અને થાકની સમસ્યા શરૂ થાય છે.
પાચનશક્તિ ઘટાડે
તે શરીરમાં એસિડ અને આલ્કલાઇન સંતુલનને ખલેલ પહોંચાડે છે, ત્યાં નિયમિત ચયાપચયને ખલેલ પહોંચાડે છે.
પોષણનો અભાવ
જો તમે સવારે ખાલી પેટ ચા પીઓ છો, તો તે શરીરમાં પોષક તત્વોનું શોષણ થવા દેતું નથી.
દાંત માટે હાનિકારક
જ્યારે તમે સવારે ખાલી પેટ ચા પીઓ છો, ત્યારે શરીરમાં એસિડિટી વધે છે અને દાંતના સંપર્કમાં આવવાથી દાંતના ઇનેમલના આવરણને નુકસાન થાય છે. જેના કારણે પેઢામાં સોજા આવવાની સમસ્યા પણ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT