બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / tata group increased the salary of its top executives

ટાટા ગ્રુપ / વાહ ગજબ.! ભારતની આ દિગ્ગજ કંપનીએ સિનિયર કર્મચારીઓની સેલેરીમાં કર્યો બમ્પર વધારો, 62% સુધી આપ્યું ઈન્ક્રીમેન્ટ

Manisha Jogi

Last Updated: 07:45 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની દિગ્ગજ કંપની ટાટા ગૃપે સિનિયર એક્ઝીક્યુટીવના પગારમાં 16થી 62 ટકાનો વધારો કર્યો છે. ટાટા ગૃપ 10 વર્ટિકલ્સમાં 30 કંપનીઓનું સંચાલન કરે છે.

  • ટાટા ગૃપે કર્મચારીઓને સારા સમાચાર આપ્યા 
  • કર્મચારીઓના પગારમાં 16થી 62 ટકાનો વધારો કર્યો
  • ટાટા ગૃપ 10 વર્ટિકલ્સમાં 30 કંપનીઓનું સંચાલન કરે છે

વિશ્વમાં વધતી મોંઘવારીને કારણે અનેક કંપનીઓ છટણી અને વેતનમાંથી પગાર કાપી લેવાનો નિર્ણય લઈ રહી છે. ટાટા ગૃપે કર્મચારીઓને એક સારા સમાચાર આપ્યા છે. દેશની દિગ્ગજ કંપની ટાટા ગૃપે સિનિયર એક્ઝીક્યુટીવના પગારમાં 16થી 62 ટકાનો વધારો કર્યો છે. આ પ્રકારે ટાટા ગૃપે ટોપ એક્ઝીક્યુટીવને શાનદાર ભેટ આપી છે. ટાટા ગૃપની કંપની- ઈન્ડિયન હોટલ્સ, ટાટા પાવર, ટ્રેંટ અને ટાટા કન્ઝ્યુમરના સિનિયર ઓફિસરના પગારમાં 16થી 62 ટકાનો વધારો કર્યો છે. ટાટા ગૃપ 10 વર્ટિકલ્સમાં 30 કંપનીઓનું સંચાલન કરે છે. 

CEOને કેટલુ પેમેન્ટ આપવામાં આવ્યું
મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રેંટ લિમિટેડના CEO પી વેંકાટેશાલુને આ વર્ષે ટાટા ગૃપે પગાર તરીકે 5.12 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષનો પગાર 62% વધુ છે. ઈન્ડિયન હોટલ્સમાં તેમના સમકક્ષ પુનિત ચટવાલને વાર્ષિક 18.23 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો, આ પ્રકારે તેમના પગારમાં 37%નો વધારો કરવામાં આવ્યો છે. સુનિલ ડિસોઝા અને પ્રદીપ બખ્શી અનુક્રમે ટાટા કન્ઝ્યુમર અને વોલ્ટાસના CEO છે. આ બંને CEOને અનુક્રમે 9.5 કરોડ રૂપિયા અને 3.8 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો. જેથી તેમના પગારમાં અનુક્રમે 24% અને 22%નો વધારો કરવામાં આવ્યો છે. 

ટાટા પાવરના CEOના પગારમાં 16%નો વધારો
ટાટા કેમિકલ્સ અને ટાટા પાવરના CEOના પગારમાં 16%નો વધારો કરવામાં આવ્યો છે. ટાટા કેમિકલ્સના CEO આર.મુકુંદન અને ટાટા પાવરના CEO પ્રવીર સિન્હાનો પગાર 16% વધ્યો છે. આ વર્ષે તેમને પગાર તરીકે અનુક્રમે 8 કરોડ રૂપિયા અને 9 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. રિપોર્ટ અનુસાર ટાટા કન્સલટન્સી સર્વિસના પૂર્વ CEO રાજેશ ગોપીનાથનને પણ 29.1 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. 

વર્ષ 1868માં ટાટા ગૃપની સ્થાપના
વર્ષ 1868માં જમશેદજી ટાટાએ ટાટા ગૃપની સ્થાપના કરી હતી. જેની મુખ્ય ઓફિસમાં મુંબઈ શહેરમાં છે અને ભારતનું સૌથી મોટું બિઝનેસ ગૃપ છે. આ બિઝનેસ 100 દેશોમાં વિસ્તારિત થયો છે. વર્ષ 2021-2022 દરમિયાન ટાટા ગૃપની કંપનીઓની રેવન્યૂ 128 અરબ ડોલર (9.6 ટ્રિલિયન રૂપિયા) હતી. ટાટા ગૃપની 30 કંપનીઓમાં 9,35,000 લોકો કામ કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ