બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Tamannaah Bhatia confirms relationship with Vijay Varma Told the actor her 'happy place'

મનોરંજન / મિર્ઝાપુર સીરિઝના આ સ્ટારના પ્રેમમાં પડી સાઉથની સુંદરી તમન્ના ભાટિયા, રિલેશનશીપ વિશે ખુદ કહ્યું- કે હા એ જ મારા માટે...

Megha

Last Updated: 11:42 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમન્ના ભાટિયા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર વિજય વર્મા અને તમન્ના ભાટિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે અભિનેત્રીએ પણ સ્વીકાર્યું છે

  • પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં છે તમન્ના ભાટિયા
  • વિજય વર્મા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે તમન્ના
  • તમન્ના ભાટિયાએ એ કર્યો પ્રેમનો ઇઝહાર 

બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ તેની આગામી સિરીઝ લસ્ટ સ્ટોરીઝ 2 નું ટીઝર બહાર આવ્યું હતું, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ સાથે જ તમન્ના ભાટિયા પણ વિજય વર્મા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય વર્મા અને તમન્ના ભાટિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે તમન્ના ભાટિયાએ પણ સ્વીકાર્યું છે કે તે વિજય વર્માને ડેટ કરી રહી છે. 

તમન્ના ભાટિયાએ એ કર્યો પ્રેમનો ઇઝહાર 
જણાવી દઈએ કે તમન્ના ભાટિયા અને વિજય વર્મા આગામી સિરીઝ લસ્ટ સ્ટોરીઝમાં જોવા મળવાના છે. આ સિરીઝમાં બંને જોરદાર રોમાન્સ કરશે. તમન્નાએ જણાવ્યું કે તેના અને વિજયના સંબંધો લવ સ્ટોરીઝના સેટ પર શરૂ થયો હતો. આ દરમિયાન તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. તમન્ના ભાટિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું નથી માનતી કે તમે કોઈની તરફ આકર્ષિત થાઓ કારણ કે તે તમારો કો-સ્ટાર છે. મારા ઘણા કો-સ્ટાર્સ  રહ્યા છે અને મને લાગે છે કે તમે કોઈની નજીક ત્યારે જ આવો છે જ્યારે તમારા મનમાં તેના પ્રત્યે ફિલિંગ્સ હોય. માંરા કહેવાના મતલબ એમ છે કે અમે બંને એકબીજાની નજીક કેવી રીતે આવ્યા. આ સિવાય તમન્નાએ કહ્યું કે તે વિજય સાથે ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે. 

સિરીઝમાં તમન્ના ભાટિયા અને વિજય વર્મા જોવા મળશે
જણાવી દઈએ કે તમન્ના ભાટિયા અને વિજય વર્મા ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંને પાપારાઝીની સામે જોરદાર પોઝ આપતા જોવા મળે છે. બંનેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિજય વર્મા તાજેતરમાં જ સોનાક્ષી સિન્હાની સીરિઝ દહાડમાં જોવા મળ્યો હતો અને હવે તે લસ્ટ સ્ટોરીઝ 2 માં તમન્ના ભાટિયા સાથે જોવા મળશે. તમન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફેન્સ સાથે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ