બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / taapsee pannu planning an intimate wedding with boyfriend

મનોરંજન / લગ્નના બંધનમાં બંધાશે તાપસી પન્નૂ, બૉયફ્રેન્ડ સાથે અહીંયા લેશે સાત ફેરા, જાણો લોકેશન

Arohi

Last Updated: 09:53 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taapsee Pannu Wedding: બોલિવુડમાં હાલ લગ્ન સિઝન ચાલી રહી છે. રાકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બાદ હવે તાપસી પન્નૂને લઈને ખબર આવી રહી છે કે તે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

રાકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બાદ હવે બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ પણ લગ્ન કરવા જઈ રહી છે. તાપસીના લગ્ન સાથે જોડાયેલી અમુક ડીટેલ્સ સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટ્રેસ ક્યાં લગ્ન કરવાની પ્લાનિંગ કરી રહી છે. ખબર છે કે ટૂંક સમયમાં જ તાપસી પોતાના બોયફ્રેન્ડ અને બેડમિંટન ખેલાડી મેથિયાસ બો સાથે આ વર્ષે માર્ચમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)

10 વર્ષથી રિલેશનમાં છે બન્ને 
રિપોર્ટ્સ અનુસાર તાપસી પોતાના બોયફ્રેન્ડ સાથે લગભગ 10 વર્ષના રિલેશનશિપમાં છે અને હવે વર્ષ 2024માં તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. ચર્ચા અનુસાર તાપસીએ પણ પોતાના લગ્ન માટે રાજસ્થાનને પસંદ કર્યું છે. જ્યાં રોયલ અંદાજમાં લગ્ન થવાની ચર્ચા થઈ રહી છે. તેના પહેલા પ્રિયંકા ચોપડા, પરિણીતિ ચોપડા, કેટરીના કેફ અને કિયારા અડવાણી જેવી એક્ટ્રેસ પણ પોતાના લગ્ન માટે રાજસ્થાનને પસંદ કર્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)

વધુ વાંચો: નેહા કક્કરના તલાક-પ્રેગનેટવાળી વાતમાં કેટલો દમ? જાહેર કર્યું દર્દ, જાણીને લાગશે દુખ

જોકે તાપસીએ લગ્નને લઈને કોઈ ઓફિશ્યલ જાણકારી નથી આપી. જણાવી દઈએ કે તાપસીએ પોતાના બોયફ્રેન્ડ સાથે પોતાના સંબંધને છુપાવ્યો નથી અને સમય સમય પર તે તેમની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરતી રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ