બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / is neha kakkar pregnant?

બોલીવૂડ / નેહા કક્કરના તલાક-પ્રેગનેટવાળી વાતમાં કેટલો દમ? જાહેર કર્યું દર્દ, જાણીને લાગશે દુખ

Kinjari

Last Updated: 02:36 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસ્ટ પોપ્યુલર સિંગર નેહા કક્કર તાજેતરમાં 'ડાન્સ દીવાને 3'માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળી હતી. નેહા કક્કર લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે.

  • શું નેહા કક્કર છે પ્રેગનેન્ટ
  • રોહનપ્રીત અને નેહાના  ડિવોર્સની અફવા
  • ગાયકે આપી રુમર્સ પર પ્રતિક્રિયા

નેહા કક્કર-રોહનપ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. બોલિવૂડના આ ક્યૂટ કપલ્સ હંમેશા તેમની રોમેન્ટિક તસવીરો અને ફની વીડિયો માટે લોકોમાં લોકપ્રિય રહે છે. ટીવી સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયેલી નેહા કક્કર વિશે લોકોએ ઘણી અટકળો લગાવી હતી કે ગાયક નેહા કક્કડ-રોહનપ્રીત સિંહના છૂટાછેડા થઈ ગયા છે. કેટલાક લોકો કહેતા હતા કે નેહા કક્કર પ્રેગ્નન્ટ છે. દરમિયાન, નેહાએ આ બધી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.


છૂટાછેડા-ગર્ભાવસ્થાની અફવાઓ પર પ્રતિક્રિયા
તાજેતરમાં જ 'ડાન્સ દીવાને 3'માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળેલી નેહાએ કહ્યું કે 'તેણે અને તેના પતિ રોહનપ્રીત સિંહે હજુ સુધી પરિવાર શરૂ કરવાનું આયોજન કર્યું નથી.નેહા તેની પ્રેગ્નન્સીના સમાચારને લઈને ઘણી ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલા નેહાએ અચાનક 'ઈન્ડિયન આઈડલ 11'માંથી બ્રેક લઈ લીધો હતો, ત્યારબાદ ચર્ચાઓ થવા લાગી હતી કે સિંગર પ્રેગ્નન્ટ છે અથવા તેના અને રોહનપ્રીત સિંહ વચ્ચે કંઈક ઠીક નથી. આ કારણે તેણે શોમાંથી બ્રેક લીધો છે.

જોકે, નેહાએ હવે તેની પ્રેગ્નન્સીની અફવાઓ વચ્ચે પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે હાલમાં તે અને રોહનપ્રીત બાળકનું પ્લાનિંગ નથી કરી રહ્યાં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે તેના વિશે બે અફવાઓ વહેતી થઈ રહી છે કે તે ગર્ભવતી છે અથવા રોહનપ્રીતથી છૂટાછેડા લઈ રહી છે. નેહા કક્કરે ખુલાસો કર્યો કે તેણે શારીરિક અને માનસિક થાકને કારણે બ્રેક લીધો હતો, પરંતુ હવે તે પુનરાગમન કરવા જઈ રહી છે. નેહા તેના ભાઈ ટોની કક્કર અને રેપર હની સિંહ સાથે શોમાં પહોંચી હતી. અહીં તેણે બાળકો સાથે ખૂબ જ મસ્તી કરી અને ડાન્સ પણ કર્યો.

તમને જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીતના લગ્ન 2021માં થયા હતા. લગ્નના માત્ર બે મહિના પછી, જ્યારે નેહાએ એક ફોટો શેર કર્યો જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો, ત્યારે તેની પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાઈ ગઈ હતી. જોકે, પાછળથી ખબર પડી કે તે તેના મ્યુઝિક વીડિયો 'ખયાલ રાખ્યા કર'નો ફોટો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ