બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 03:35 PM, 23 January 2024
ADVERTISEMENT
સુષ્મિતા સેનની લોકપ્રિય વેબ સિરીઝ આર્યાની ત્રીજી સિઝન રિલીઝ માટે તૈયાર છે. આજે 'આર્ય 3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.
Ek aakhri baar, Sherni karegi ek antim vaar. #HotstarSpecials #Aarya Season 3 - Antim Vaar - streaming from Feb 9th.#AaryaS3OnHotstar pic.twitter.com/aijC0G6sGU
— Disney+ Hotstar (@DisneyPlusHS) January 23, 2024
ADVERTISEMENT
અભિનેત્રી સુષ્મિતા સેન આ દિવસોમાં તેની વેબ સિરીઝ 'આર્યાની અપાર સફળતાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં જ નિર્માતાઓએ 'આર્ય 3: અંતિમ વાર'ની જાહેરાત કરી હતી, જેનું ટ્રેલર હવે રિલીઝ કરવામાં આવ્યું છે. જે ટ્રેલર સામે આવ્યું છે જેમાં સુષ્મિતા જબરદસ્ત એક્શન કરતી જોવા મળી રહી છે.
'આર્ય 3: અંતિમ વાર' ડિઝની+ હોસ્ટાર પર 9 ફેબ્રુઆરીએ પ્રીમિયર થશે. સુષ્મિતા છેલ્લી વાર પોતાના પંજા બહાર કાઢવા આવી રહી છે. OTT પ્લેટફોર્મે તેના ઓફિશિયલ એકસ હેન્ડલ પર ટ્રેલર શેર કર્યું છે. જણાવી દઈએ કે 'આર્ય 3'નું નિર્દેશન રામ માધવાણીએ કર્યું છે. આ સીરિઝમાં સુષ્મિતા ઉપરાંત તેમાં ચંદ્રચુડ સિંહ, સિકંદર ખેર, નમિત દાસ, મનીષ ચૌધરી, સુગંધા ગર્ગ જેવા કલાકારો પણ છે.
વધુ વાંચો: કોઇએ દીવડા પ્રગટાવ્યા તો કોઇકે ભંડારો કર્યો... કે જે કલાકારો રામલલાના દરબારમાં ન પહોંચી શક્યા
જાણીતું છે કે સુષ્મિતાને ગયા વર્ષે હાર્ટ એટેક આવ્યો હતો, જેના વિશે અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો હતો. હાર્ટ એટેકના કારણે અભિનેત્રીએ એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવી હતી. હાલમાં સુષ્મિતા સંપૂર્ણપણે ફિટ છે. આ વિશે માહિતી આપતા અભિનેત્રીએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે પોતાની તલવારબાજીનું કૌશલ્ય બતાવી રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્ટર સ્ટેબિંગ કેસ / સૈફ અલી ખાન પરના હુમલાનું હવે સત્ય બહાર આવશે, પોલીસને મળ્યો આરોપીનો કબજો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.