બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / anushka sharma akshay kumar salman khan did not attend ram mandir pran pratishtha

અયોધ્યા રામ મંદિર / કોઇએ દીવડા પ્રગટાવ્યા તો કોઇકે ભંડારો કર્યો... કે જે કલાકારો રામલલાના દરબારમાં ન પહોંચી શક્યા

Manisha Jogi

Last Updated: 09:05 AM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થઈ ચૂક્યા છે. અનેક બોલિવુડ સેલેબ્સ અયોધ્યા રામ મંદિર ગયા નહોતા. આ સેલેબ્સ રામ મંદિર શા માટે નહોતા ગયા, તે અંગે તમને જણાવી રહ્યા છીએ.

  • અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન
  • અનેક સેલેબ્સ અયોધ્યા રામ મંદિર ગયા નહોતા
  • આ સેલેબ્સ રામ મંદિર શા માટે નહોતા ગયા?

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થઈ ચૂક્યા છે. અનેક નેતા, એક્ટર્સ અને ઉદ્યોગપતિ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. બોલિવુડ એક્ટર્સ અક્ષય કુમાર, સલમાન ખાન તથા અનુષ્કા શર્મા સહિત અનેક બોલિવુડ સેલેબ્સ અયોધ્યા રામ મંદિર ગયા નહોતા. આ સેલેબ્સ રામ મંદિર શા માટે નહોતા ગયા, તે અંગે તમને જણાવી રહ્યા છીએ. 

વિરાટ-અનુષ્કા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને અયોધ્યા રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠામાં માત્ર વિરાટ કોહલી જ પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અનુષ્કા શર્મા પ્રેગનેન્ટ છે, જેથી પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં શામેલ થઈ શકી નહોતી. 

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા ગઈ નહોતી. આ ખાસ અવસરે શિલ્પા શેટ્ટીએ ઘરે પ્રભુ રામનું નામ લીધુ હતું અને દીવો કર્યો હતો. ત્યારપછી સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કર્યા હતા. 

અક્ષય કુમાર
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ હાલમાં ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ શુટીંગમાં બિઝી છે. બંને સ્ટાર્સે ફિલ્મના સેટ પર જય શ્રીરામના નારા લગાવ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HT City (@htcity)

એલ્વિશ યાદવ
એલ્વિશ યાદવ ઘણી વાર જય શ્રીરામના નારા લગાવે છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એલ્વિશ અયોધ્યા જઈ શક્યા નહોતા. આ અવસરે લોકો માટે ભંડારો કર્યો હતો. 

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ અયોધ્યા ગઈ નહોતી. આ અવસરે દીપિકાએ મુંબઈના ઘરમાં દીવો કરીને પ્રભુ શ્રીરામનું સ્વાગત કર્યું હતું. 

ઉર્વશી રૌતેલા
બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અવસરે ઉર્વશીએ જુહુના બંગલામાં પૂજા કરી હતી. 

વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રી હાલમાં ભારતમાં નથી, જેથી તેઓ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શામેલ થઈ શક્યા નહોતા. 

વધુ વાંચો: હવે 2024માં હોલિવુડ પર રાજ કરવાની તૈયારીમાં દીપિકા પાદુકોણ, ફિલ્મના નામ પર ખુલ્યું સસ્પેન્સ

સની દેઓલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અવસરે બોલિવુડ અભિનેતા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શામેલ થયા નહોતા. સની પાજીએ સોશિયલ મીડિયા પર પ્રભુ શ્રીરામના આગમન પર ભક્તોને શુભકામના પાઠવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Anushka Sharma Ayodhya ram mandir Bollywood News Ram Mandir Pran Pratishtha અક્ષય કુમાર રામ મંદિર અનુષ્કા શર્મા અયોધ્યા રામ મંદિર Ayodhya ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ