બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya grahan april 2022 precautions for pregnant women in solar eclipse

ધ્યાન રાખજો / Surya Grahan 2022: સૂર્ય ગ્રહણ દરમિયાન પ્રેગ્નેન્ટ મહિલાઓએ ભૂલથી પણ ના કરવું જોઈએ આ કામ, બાળક પર પડશે ખરાબ અસર

Premal

Last Updated: 04:48 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય ગ્રહણને ધર્મ અને જ્યોતિષમાં અશુભ માનવામાં આવ્યું છે. કારણકે આ સમયે નકારાત્મક ઉર્જા વધી જાય છે. તેથી સૂર્ય ગ્રહણ-ચંદ્ર ગ્રહણ દરમ્યાન કેટલાંક કામોને કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.

  • 30 એપ્રિલે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે
  • આ સૂર્ય ગ્રહણની અસર લોકોના જીવન પર પડશે
  • ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવુ

સુર્ય ગ્રહણ ગર્ભવતી મહિલાઓ પર નાખે છે ખરાબ અસર

30 એપ્રિલે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. આ આંશિક સૂર્ય ગ્રહણ છે, તેમ છતા તેની અસર લોકોના જીવન પર પડશે. સૂર્ય ગ્રહણ-ચંદ્ર ગ્રહણને લઇને ગર્ભવતી મહિલાઓને ખાસ કરીને અમુક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓને ગ્રહણ દરમ્યાન બહાર ના નિકળવુ જોઈએ. કારણકે તેની અસર તેના થનારા બાળક પર થઇ શકે છે. ધર્મ અને જ્યોતિષ સિવાય વિજ્ઞાનમાં પણ તેની પાછળના કારણ જણાવવામાં આવ્યાં છે. સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે અને જ્યારે ગ્રહણ હોય છે તો આ દરમ્યાન ઘણી બધી એવી તરંગો નિકળે છે, જે આરોગ્ય માટે હાનિકારક હોય છે. આમ તો આ હાનિકારક તરંગો બધા પર અસર નાખે છે પરંતુ ગર્ભમાં રહેલા બાળક પર તેની સૌથી વધુ અસર થાય છે. આ સિવાય ગ્રહણ દરમ્યાન બહ્માંડમાં નેગેટીવ એનર્જીનું સ્તર એકદમથી વધી જાય છે, જેની સૌથી વધુ ખરાબ અસર ગર્ભવતી મહિલા પર થાય છે. 

ગર્ભવતી મહિલાઓ ધ્યાનમાં રાખો આ બાબતો

  1. ગ્રહણ દરમ્યાન ઉભી થયેલી નકારાત્મકતાથી બચવા માટે ગર્ભવતી મહિલાઓને ગ્રહણ દરમ્યાન ઘરની અંદર સ્વચ્છ જગ્યા પર મંત્રજાપ કરવા જોઈએ. જેનાથી સકારાત્મકતા વધશે. સારું રહેશે કે ઓમનો જાપ કરવામાં આવે.
  2. સૂર્ય ગ્રહણ દરમ્યાન કોઈ પણ તેજ ધારવાળી અથવા તીક્ષ્ણ ચીજ વસ્તુઓનો ઉપયોગ ના કરો. જેનાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર નકારાત્મક અસર થાય છે. જ્યાં સુધી શક્ય હોય ગ્રહણ દરમ્યાન કશુ ના ખાશો. જો ખાવા-પીવાનુ જરૂરી હોય તો ખાદ્ય પદાર્થો અને પાણીમાં તુલસીના પત્તા નાખો. 

સંકળાયેલા મુદ્દાઓ

Solar Eclipse Surya Grahan April 2022 pregnant women surya grahan surya grahan 2022
Premal
Premal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ