બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / સુરત / Surat Olpad MLA Mukesh patel Bhestan Hardik Patel big scam

છેતરપિંડી / સુરતમાં ભાજપના ધારાસભ્યને બદનામ કરવા ભેસ્તાનના હાર્દિક પટેલે કર્યું આ મોટું કૌભાંડ

Hiren

Last Updated: 05:21 PM, 6 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ભાજપના ધારાસભ્યને બદનામ કરવા વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. ઝીંગા તળાવની મંજૂરી આપવાના બહાના હેઠળ અનેક લોકો પાસેથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર મામલે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • ધારાસભ્યના નામે કરોડો રૂપિયાનું કરાયું ઉઘરાણું
  • ભેસ્તાનના હાર્દિક પટેલ નામના યુવક નું પરાક્રમ
  • ઓલપાડના ધારાસભ્ય છે મુકેશ પટેલ
  • આશરે 10 કરોડથી વધુ રૂપિયા ઉઘરાવ્યા હોવાની વાત

સુરત જિલ્લાના ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં ઝીંગા તળાવનો મસમોટો વેપલો ચાલી રહ્યો છે. અહીં કાયદેસર અને ગેરકાયદેસર એમ બંને પ્રકારના તળાવો આવેલા છે. ઝીંગા તળાવની ખેતીમાં લાખો-કરોડો રૂપિયા એક જ પાકમાં મેળવી શકાય એમ હોવાથી ઝીંગા ફાર્મરો દેવું કરીને પણ આ ધંધામાં ઝંપલાવતા આવ્યા છે. જોકે, ઓલપાડમાં ઝીંગા તળાવની મંજૂરીની આડમાં મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઝીંગા તળાવની મંજૂરી આપવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ચિટિંગ કરાયું છે. ઝીંગા ફાર્મર સંદીપ પટેલની ફરિયાદ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો છે.

માત્ર મોર કે તેના ગામના જ નહીં પરંતુ ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં અસંખ્ય લોકો આરોપી હાર્દિકની વાતમાં આવીને ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. બે-પાંચ લાખ નહીં પરંતુ આશરે 10થી 12 કરોડ જેટલી માતબર રકમનું ઉઘરાણું કરાયું હોવાનું ખુદ ધારાસભ્ય મુકેશ પટેલનું કહેવું છે. એટલું જ નહીં પરંતુ આ પ્રકરણ જ્યારે બહાર આવ્યું ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલ પણ ચોંકી ઉઠ્યા હતા. કારસ્તાન કરનાર હાર્દીક પટેલ ભાજપનો જ કાર્યકર હોવાનું પણ સામે આવ્યું છે.

ફરિયાદી સંદીપ જેવા અનેક યુવાનો હાર્દિકનો ભોગ બન્યા છે. સમગ્ર મામલે હાલ તો ઓલપાડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ભેસ્તાન વિસ્તારમાં રહેતો હાર્દિક પટેલને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ