બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat: 14 years old girl raped by a man who was selling wastes in kim village

રેપ કેસ / અહીં આવ તને 10 રૂપિયા આપું... સુરતમાં હવસખોર બુઢ્ઢાએ શ્રમિકની દીકરી સાથે કરી ગંદી કરતૂત, ગર્ભવતી હોવાની જાણ થતાં પરિવારના પગ નીચેની જમીન સરકી ગઈ

Vaidehi

Last Updated: 05:16 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂરતમાં 14 વર્ષની સગીરા સાથે એક હવસખોર આધેડે ગંદી હરકત કરી. મોઢું બંધ કરી બાળકી સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યાં. સગીરાને 7 મહિનાનો ગર્ભ થતાં પરિવારને ઘટનાની જાણ થઈ.

  • 10 રૂપિયા આપીને આધેડે કરી ગંદી હરકત
  • 14 વર્ષની બાળકી સાથે જબરદસ્તી બાંધ્યો સંબંધ
  • સગીરાને સાત મહિનાનો ગર્ભ થતાં પરિવારને જાણ થઈ

સુરત: ઓલપાડ તાલુકાના કીમ ગામે એક હવસખોર આધેડે ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા સાથે મરજી વિરૂદ્ધ અવાર નવાર શાસબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી દીધી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને  ત્યાં આધેડની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. બાળકી ગર્ભવતી છે તેવી માહિતી મળતાં પરિવારને આગાત લાગ્યો હતો.

સગીરા સાથે શું બન્યું?
સુરત જિલ્લાનાં કીમ ગામે એક શ્રમજીવી પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી 14 સગીરા આજથી સાત મહિના અગાઉ એક ભંગારના ગોડાઉન પર પોતાના જૂના પુસ્તકો જમાં કરવામાં ગઈ હતી. તે દરમિયાન ભંગારના ગોડાઉન પર હાજર હવસના ભૂખ્યા ભંગારીએ સગીરાને 10 રૂપિયા આપ્યા અને બીજા 10 રૂપિયા આપવાનું કહી ગોડાઉનની અંદર લઈ ગયો. 

જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યાં
ગોડાઉનની અંદર ગયેલી સગીરાનો હવસખોર આધેડે હાથ ખેંચ્યો અને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો.સગીરાએ બુમાં બૂમ કરતા કરતા હવસખોર આધેડે સગીરાનું મો દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલી બાળકીએ આ ઘટના અંગે ઘરે કોઈને પણ ન જણાવ્યું. પછી આ હવસખોર આધેડ અવાર નવાર સગીરાને ધમકીઓ આપી શારીરિક સંબંધ બાંધતો રહ્યો.

સગીરાને સાત મહિનાનો ગર્ભ
થોડા મહિના વીત્યા બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા શ્રમજીવી પરિવાર સગીરાને હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં હાજર તબીબે સગીરાને સાત મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું.  ડોકટરે આપેલી આ માહિતી સાંભળીને સગીરાના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓએ કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.ફરિયાદના આધારે કીમ પોલીસે તપાસ હાથ ધરી. 

હવસખોર આધેડની ધરપકડ
પોલીસને જાણવા મળ્યું કે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર શારીરિક સંબંધ બાંધનાર આરોપીનું નામ નાથુંજી નંદાજી કુમાવત હતું.  પોલીસે આ હવસખોર આધેડના કોલર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ આ હવસખોરને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ