બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Student leader Yuvraj Sinh Yuva Announced Navnirman Sena non-political organization gujarat

ગુજરાત / BIG NEWS: જેલમાંથી બહાર આવતા જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરી દીધી મોટી જાહેરાત, જુઓ શું કહ્યું

Hiren

Last Updated: 12:10 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર સેશન્સ કોર્ટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને શરતી જામીન આપતા જેલમાંથી ગઇકાલે છુટકારો થયો છે. પોલીસ પર હુમલાને લઇને યુવરાજસિંહ પર ફરિયાદ થઇ હતી. ત્યારે હવે આજે યુવરાજસિંહે નવા સંગઠનની જાહેરાત કરી છે.

  • યુવરાજસિંહ યુવાનો માટે લડાઇ લડવાનું ચાલુ રાખશે
  • 'યુવા નવનિર્માણ સેના' નામના સંગઠનની જાહેરાત કરી
  • બિન રાજકીય સંગઠન રહેશે તેવો યુવરાજસિંહનો દાવો

યુવા નવનિર્માણ સેના' નામના સંગઠનની જાહેરાત
યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જેલમાંથી છુટ્યા બાદ પણ યુવાનો માટે લડાઇ લડવાનું ચાલુ રાખશે. યુવરાજસિંહે નવા સંગઠનની જાહેરાત કરી છે. 'યુવા નવનિર્માણ સેના' નામના સંગઠનની જાહેરાત કરી છે.સરકાર સામે સવાલ ઉઠાવવા માટેનું આ બિન રાજકીય સંગઠન રહેશે તેવો યુવરાજસિંહે દાવો કર્યો છે.

યુવાનોની લડાઇને રાજકીય રંગ ન આપવો જોઇએઃ યુવરાજસિંહ
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ AAP છોડે તેવા સંકેત આપ્યા છે. યુવરાજસિંહે સૂચક નિવેદન આપતા કહ્યું કે, યુવાનોની લડાઇને રાજકીય રંગ ન આપવો જોઇએ. લોકોના પ્રશ્નોની યોગ્ય સ્તરે રજૂઆત થવી જોઇએ. જોકે તેમણે એમ પણ કહ્યું છે કે, કોઈપણ પાર્ટી છોડવાનો પ્રશ્ન નથી. યુવાનોના હિત માટે હું લડ્યો છું. મારી ભૂમિકા છે તે સૌ જાણે છે. યુવા નેતા તરીકે જ દર્શાવાયો છે.

બિન રાજકીય રીતે અવાજ ઉઠાવીશું, સરકાર અને સત્તા પક્ષ સામે રાખીશુંઃ યુવરાજસિંહ
યુવરાજસિંહે કહ્યું કે, તમામ સમાજોએ મારી સાથે ઉભા રહીને મારા માટે અવાજ ઉઠાવ્યો છે. મેં યુવાનોના હિતમાં અવાજ ઉઠાવ્યો છે અને ઉઠાવતો રહીશ. યુવા નવ નિર્માણ સેના યુવાનો અને વિદ્યાર્થીઓની વેદના અને પ્રશ્નો ઉઠાવશે. આ સંગઠનના માધ્યમથી બિન રાજકીય રીતે અવાજ ઉઠાવીશું. સરકાર અને સત્તા પક્ષ સામે રાખીશું. આવેદન અને નિવેદન, વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન માધ્યમથી અવાજ ઉઠાવીશું. યુવા નવ નિર્માણ સેના બિન રાજકીય રહેશે. શિક્ષિત કે બિન શિક્ષિત તમામના પ્રશ્નો ઉકેલીશું. તમામની વેદનાને વાચા આપીશું. યુવાનોના ભાવી સાથે થઇ રહેલા ચેડાંને ઉજાગર કરીશું.

અમારો કોઈને મારવાનો ઇરાદો ન હતોઃ યુવરાજસિંહ
પોલીસ પર હુમલા અંગે યુવરાજસિંહે કહ્યું કે, હાલ અમે બહાર આવીને ઘટનાક્રમ જોયો છે, કોઇને પણ અમારો કોઈને મારવાનો ઇરાદો ન હતો. અમે ન્યાયિક પ્રક્રિયાથી જવાબ આપીશું.

મોટી ગેરરીતિ, પેપર લીકની અમારી પાસે માહિતી આવી નથીઃ યુવરાજસિંહ
એલઆરડી પરીક્ષા અંગે યુવરાજસિંહે કહ્યું કે, નાની મોટી ચિટિંગોના મામલા મને મળ્યા છે, ક્લાસરૂમના મામલા મળ્યા છે. અમે સરકારમાં હસમુખ પટેલ અધિકારીને રજૂઆત કરવાના છીએ. જેનાથી સત્ય બહાર આવી શકે છે. કોઈ જગ્યાએ મોટી ગેરરીતિનો મામલો અમારી સુધી પહોંચ્યો નથી. ઇનપુટ મળી રહ્યા છે તેને ચકાસી રહ્યા છીએ. હાલ ગેરરીતિ સામે આવી તે સામાન્ય ચિટિંગ સામે આવી છે. મોટી ગેરરીતિ, પેપર લીકની અમારી પાસે માહિતી આવી નથી. ઈ-મેઇલ અને નંબરના માધ્યમથી અમને માહિતી પહોંચી છે. વાત વર્ગ અને વિદ્યાર્થીની પુષ્ટી કર્યા બાદ જ ચિટિંગની વાત જાહેર કરવામાં આવે છે.

તમામ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપને સાથે રાખીને અવાજ ઉઠાવીશુંઃ યુવરાજસિંહ
યુવરાજસિંહે કહ્યું કે, નિર્માણનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોની વેદનાને વાચા આપવી. યુવાન મત અધિકાર ધરાવે છે. આ બિન રાજકીય રહેશે. આ મુદ્દાનું રાજકારણ ન થાય તે માટે નિર્માણ સેનાનું ગઠન કર્યું છે. તમામ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપને સાથે રાખીને યુવાનોની વેદનાને વાચા આપીશું. હાલ પ્રશ્નો છે તે સવાલ હંમેશા સત્તા પક્ષ સામે હોય છે. યુવા નવ નિર્માણ હંમેશા ઉજાગર કરતા રહીશું. યુવાનો જ આને લીડ કરશે. જિલ્લા, તાલુકા અને ગામડા લેવલે કન્વીનર હશે. જનતાના જે સામાન્ય પ્રશ્નો હશે તેને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરી શકીએ. તમામને ક્યાંકને ક્યાંક મદદ રૂપ બની શકીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ