બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર માર્કેટમાં મંદી, છતાંય આ કંપનીના શેરમાં કમાણીનો છે શાનદાર મોકો, તેજીના સંકેત

બિઝનેસ / શેર માર્કેટમાં મંદી, છતાંય આ કંપનીના શેરમાં કમાણીનો છે શાનદાર મોકો, તેજીના સંકેત

Jinal Chauhan

Last Updated: 12:53 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો લાંબા સમયથી બજારમાં તેજી ચાલી રહી હતી પરંતુ ત્રણ દિવસના સતત વધારાની બાદ અચાનક બજાર નીચે આવ્યું છે.

ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો લાંબા સમયથી બજારમાં તેજી ચાલી રહી હતી પરંતુ ત્રણ દિવસના સતત વધારાની બાદ અચાનક બજાર નીચે આવ્યું છે. રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું જેના કારણે વેચવાલી વધી ગઈ. વૈશ્વિક બજારોમાં પણ નબળાઈ જોવા મળતા તેની અસર ભારત પર પડી.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 503.76 પોઈન્ટ ઘટીને 83,313.93 પર બંધ થયો. દિવસ દરમિયાન એક સમયે તે 666 પોઈન્ટ સુધી નીચે ગયો હતો. તે જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 133.20 પોઈન્ટ ઘટીને 25,642.80 પર બંધ રહ્યો. આ ઘટાડો લગભગ અડધા ટકાથી વધુ હતો.

સેન્સેક્સમાં સામેલ મોટા શેરમાં મોટાભાગના શેર લાલ નિશાનમાં બંધ થયા. તેમાં ભારતી એરટેલ, આઈટીસી, ઈન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઇન્ટ્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે આ કંપનીઓના શેરના ભાવ નીચે ગયા.

આ શેરની ખરીદી વધી

પરંતુ બધાં જ શેર નબળા નહોતા. કેટલાક શેરોમાં સારી ખરીદી જોવા મળી. ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, ભારતીય સ્ટેટ બેંક અને બજાજ ફાઇનાન્સના શેરોમાં વધારો થયો. આ બતાવે છે કે રોકાણકારો હજુ પણ કેટલાક સારા શેરોમાં વિશ્વાસ રાખે છે. બજારમાં કેટલાક એવા શેર પણ હતા જેમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. નાયકા, પોલિસીબજાર, દેવયાની ઇન્ટરનેશનલ, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ, સફાયર ફૂડ્સ, ઇન્વેન્ટુરસ નોલેજ, ફોર્સ મોટર્સ અને બિરલાસોફ્ટના શેરોએ પોતાનું 52 અઠવાડિયાનું સૌથી હાઈ લેવલ પાર કર્યું છે જ્યારે કોઈ શેર આ લેવલ ક્રોસ કરે ત્યારે તેને તેજીનો સંકેત માનવામાં આવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ લોન મોંઘી નહીં થાય, પરંતુ...! રેપો રેટને લઇ RBIનો મોટો નિર્ણય, જુઓ રાહત કે યથાવત?

આ શેરમાં મંદી

એમએસીડી અનુસાર કેટલાક શેરોમાં હવે મંદીનો સંકેત મળી રહ્યો છે. તેમાં ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ, હેક્સાવેર, જેપી પાવર, આઈડીબીઆઈ બેંક, રેડિંગ્ટન, વેલોર એસ્ટેટ, એમસીએક્સ અને વેદાંતા સામેલ છે. તેનો અર્થ એ છે કે આવનારા દિવસોમાં આ શેરમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા https://www.vtvgujarati.com/ કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sensex fall bullish stocks Nifty drop
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ