બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / srilanka facing crisis due to inflation rice milk prices at new heights

જીવવું મુશ્કેલ / ભારતના આ પાડોશી દેશમાં ચોખાનો ભાવ 500 રૂપિયે કિલો, દૂધ તો હવે ઝવેરીની દુકાને મળે તો નવાઈ નહીં!

Mayur

Last Updated: 10:58 AM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકામાં ફુગાવાનાં કારણે ખાદ્ય સંકટ એટલા ગંભીર લેવલે પહોંચી ગયું છે કે સામાન્ય માણસ માટે તો જીવવું મુશ્કેલ થઈ ગયું છે.

  • શ્રીલંકામાં ગંભીર સ્તરે ખાદ્ય સંકટ
  • એક કિલો ચોખાની કિંમત 500 રૂપિયા 
  • ચીનના કારણે થઈ ગયું મોટું દેવું 

શ્રીલંકાનું ખાદ્ય સંકટ એટલું ગંભીર સ્તરે પહોંચી ગયું છે કે સોનું ખરીદવા કરતાં પણ વધારે મુશ્કેલ દૂધ ખરીદવું થઈ ગયું હોય એવું લાગે છે. 

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. રોજીંદી અને ખાદ્ય ચીજો આકાશને આંબી રહી છે. 

શ્રીલંકામાં 400 ગ્રામ દૂધ 790 રૂપિયામાં મળે છે. સાથે જ 1 કિલો ચોખા પણ 500 રૂપિયા થઈ ગયા છે. દેશના લોકો ભૂખમરો અને મોંઘવારીથી બચવા ભારત તરફ વળી રહ્યા છે. મંગળવારે લગભગ 16 શ્રીલંકન લોકો દરિયાઈ માર્ગે ભારત પહોંચ્યા હતા. તેમાંથી એક દંપતી ચાર મહિનાના બાળકને લઈને અહીં આવ્યું છે.

એક કિલો ખાંડની કિંમત 290 રૂપિયા 
શ્રીલંકાના શરણાર્થીઓએ જણાવ્યું કે, 'અમારા દેશમાં ચોખા 500 શ્રીલંકન રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. 400 ગ્રામ મિલ્ક પાવડર 790 રૂપિયામાં મળે છે. એક કિલો ખાંડની કિંમત 290 રૂપિયા થઈ ગઈ છે. જાણકારોનું કહેવું છે કે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો 1989ના ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે સ્થળાંતર વધવાની સંભાવના છે.

ભારતે કરી આર્થિક મદદ 
ગભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાને મદદ કરવા માટે ભારતે હાથ લાંબો કર્યો છે. ભારતે પોતાના પાડોશી દેશને 90 કરોડ ડોલર્સથી વધારે મદદની જાહેરાત કરી છે. જેના કારણે તેના વિદેશી ચલણના ભંડારમાં વધારો થશે. 

આ છે આર્થિક સંકટનું કારણ 
શ્રીલંકાને ચીન પાસે દેવું કરવું ભારે પડ્યું હોય એવું લાગી રહ્યું છે. એક્સપર્ટસનું માનવું છે કે શ્રીલંકા દેવાળું ફૂંકે તેવી શક્યતા છે. શ્રીલંકાની આ હાલતના ઘણા કારણ છે. કોરોના સંકટના કારણે દેશના ટુરિઝમ સેક્ટર પર ભૂંડી અસર થવા પામી છે. તેની સાથે સાથે સરકારી ખર્ચમાં પણ વધારો થયો છે અને ટેક્સમાં કપાતની હાલતે તેને વધારે ભયાનક બનાવી દીધી છે. ચીનનું શ્રીલંકા પર 5 અબજ ડોલર્સથી વધારે દેવું છે. હવેનાં 12 મહિનામાં દેશના ઘરેલુ અને વિદેશી લોન ચૂકવવા માટે હવે તેને 7.3 અબજ ડોલર્સની જરૂર છે. 

ચિકન તો બની ગયું લકઝરી 
ચિકન એમ તો શ્રીલંકામાં ખાવા પીવાનો  મહત્વનો ભાગ છે પણ હવે તેની કિંમત એટલી બધી વધી ગઈ છે કે સામાન્ય માણસોની થાળીમાંથી તો હવે ચિકન ગાયબ જ થઈ ગયું છે. ચિકનની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. અને રોજેરોજ લોકોને ડર લાગે છે કે હવે તેઓ તેમના પરિવારને ખવડાવશે શું?

ચીન સહિતના દેશોના દેવાં હેઠળ શ્રીલંકા

શ્રીલંકા હાલ એક ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશના વિદેશી ચલણના ભંડાર પણ ખાલી થઈ ગાયા છે અને ચીન સહિત અનેક્ દેશોના દેવાં હેઠળ દબાયેલા શ્રીલંકાને હવે દેવાળું ફૂંકવાની સ્થિતિ આવી ગઈ છે. 

જાન્યુઆરી મહિનામાં ફોરેન કરન્સી 70 ટકા ઘટીને 2.36 અબજ ડોલર્સ થઈ ગયું હતું જેના કારણે વિદેશી ચલણની અછતના કારણે શ્રીલંકા હવે દવા, ઈંધણ, ભોજન વગેરે સમાન વિદેશથી આયાત કરી શકતું નથી. 

આટલી જીવનજરૂરી ચીજોના કારણે મોટી સમસ્યા 

  • શ્રીલંકામાં ગેસની કમીના કારણે હજાર બેકરીઓ બંધ કરવી પડી છે. 
  • દેશમાં ઈંધણની સમસ્યાના કારણે ઘણા યંત્રો પણ બંધ કરવા પડ્યા છે અને તેના કારણે વીજળી કાપ પણ ભોગવવો પડે છે. વીજળીમાં દિવસમાં સાત કલાકથી વધારે તો કાપ જ હોય છે. 
  • બ્રેડની કિંમત 150 શ્રીલંકન રૂપિયા થઈ ગઈ છે. 
  • શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજોના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે. 
  • રેસ્ટોરન્ટ સહિતના ધંધાઓ બંધ થવાના આરે આવી ગયા છે. 
  • સ્કૂલ બસ જેવા પરિવહનના સાધનો બંધ કરવા પડ્યા છે જેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ ગઇ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ