બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / spot fixing in women cricket world cup lata mondal shohely akhter audio tape viral

ક્રિકેટ / ક્રિકેટમાં ફરી ફિક્સિંગનું ભૂત ધૂણ્યું: આ ખેલાડીઓ આવ્યા રડાર પર, સ્પોર્ટ્સ જગતમાં ખળભળાટ

Premal

Last Updated: 12:07 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપનુ આયોજન સાઉથ આફ્રિકામાં થઇ રહ્યું છે, જેમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લઇ રહી છે. જ્યારે આ ટુર્નામેન્ટમાં સ્પોટ ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે અને બાંગ્લાદેશી ખેલાડીઓ પર ફિક્સિંગનો આરોપ છે.

  • ક્રિકેટમાં સ્પૉટ ફિક્સિંગનો મામલો ફરીથી સામે આવ્યો
  • બાંગ્લાદેશી ખેલાડીઓ પર ફિક્સિંગનો આરોપ 
  • એક ઓડિયો ટેપ થઈ વાયરલ 

ક્રિકેટમાં સ્પૉટ ફિક્સિંગની વાત વખત ફરીથી સામે આવી

એક ઓડિયો ટેપ વાયરલ થઇ છે, જેમાં બાંગ્લાદેશની એક સિનિયર ખેલાડી પોતાના ટીમમેટ સાથે ફિક્સિંગને લઇને વાત કરી રહી છે. ક્રિકેટમાં સ્પૉટ ફિક્સિંગની વાત એક વખત ફરીથી સામે આવી છે. ઢાકાના ન્યુઝ આઉટલેટ જમુના ટીવીએ એક ઑડિયો ટેપ જાહેર કરી જેમાં બાંગ્લાદેશની બે મહિલા ક્રિકેટર વાતચીત કરી રહી છે. જેમાંથી એક ખેલાડીનુ નામ લતાા મંડલ જણાવવામાં આવી રહ્યું છે, જે બાંગ્લાદેશની ટીમ સાથે સાઉથ આફ્રિકામાં છે. તો બીજો ક્રિકેટર શોહેલી અખ્તર છે, જે હાલ બાંગ્લાદેશમાં છે. 

શોહેલી અખ્તર એક સટ્ટાબાજ દ્વારા લતા મંડલને ફિક્સિંગની ઑફર આપી

વાયરલ ઑડિયો ટેપ મુજબ શોહેલી અખ્તર એક સટ્ટાબાજ દ્વારા લતા મંડલને ફિક્સિંગની ઑફર આપી. ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાયા બાદ આ મામલો સામે આવ્યો છે. ઑડિયોમાં શોહેલી કહે છે, હું કઈ પણ બળજબરીથી કરતી નથી. તમે ઈચ્છો તો રમી શકો છો. તમે આ વખતે રમી શકો છો કે નહીં. તમે પસંદ કરો કે તમે કઈ મેચમાં ફિક્સિંગ કરવા માગો છો. તમારી જ્યારે પણ મરજી હોય ત્યારે તમે ફિક્સિંગ કરી શકો છો અને જો તમે ફિક્સિંગ ના કરવા માંગતી હોય તો કોઈ વાત નહીં. જો તમે એક મેચ સારી રમો છો તો બીજામાં તમે સ્ટમ્પિંગ અથવા હિટ વિકેટ આઉટ થઇ શકો છો. 

લતાએ બીસીબીને કરી ફરિયાદ 

જવાબમાં લતા મંડલે કહ્યું, ના મારા મિત્ર, હું આ બધી વસ્તુઓમાં સામેલ નથી. મહેરબાની કરીને મને આ વસ્તુઓ ના જણાવશો.  હું આ વસ્તુઓ ક્યારેય નહીં કરી શકુ. હું તમને વિનંતી કરુ છુ કે મહેરબાની કરીને મને આ વાત ના જણાવશો. બાદમાં લતાએ તેની ફરિયાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને કરી હતી. બીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી નિજામુદ્દીન ચૌધરીએ ઈએસપીએન ક્રિકઈન્ફોને કહ્યું, આઈસીસીનુ એન્ટી કરપ્શન યુનિટ આ મામલાને જોવે છે. આ બીસીબીની તપાસનો વિષય નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ