બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઋષભ પંતે એક જ ટેસ્ટમાં ફટકારી બીજી સદી, આવું કારનામું કરનાર પહેલો ભારતીય વિકેટ કિપર
Last Updated: 08:31 PM, 23 June 2025
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે લીડ્સ ટેસ્ટમાં ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 134 રનની શાનદાર સદી ફટકાર્યા બાદ, પંતે બીજી ઇનિંગમાં પણ 100 રનનો આંકડો સ્પર્શીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે કોઈપણ સેના ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર એશિયાનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. તેની ઇનિંગે લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે.
ADVERTISEMENT
ઋષભ પંતની ઐતિહાસિક ઇનિંગ્સ
ઋષભ પંતે આ ઇનિંગમાં માત્ર 130 બોલમાં પોતાની સદી પૂરી કરી. પહેલી ઇનિંગમાં તેણે 146 બોલમાં આ સિદ્ધિ મેળવી. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટમાં આ પંતની 8મી સદી છે. ખાસ વાત એ છે કે તેણે ભારતની બહાર આમાંથી 6 સદી ફટકારી છે. ઇંગ્લેન્ડ સામે આ તેની 5મી સદીની ઇનિંગ છે. તેને ઇંગ્લેન્ડમાં રમતી વખતે આમાંથી 4 સદી ફટકારી છે. પંતની સદીએ તેને વિદેશી ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા વિકેટકીપર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા નંબરે પણ પહોંચાડી દીધો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: પોપનો કેચ પકડતા જ રિષભ પંતે બનાવ્યો અનોખો રેકોર્ડ, ધોનીના આ ખાસ ક્લબમાં થઈ એન્ટ્રી
ADVERTISEMENT
હવે ઋષભ પંત વિકેટકીપર તરીકે રમતા ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઋષભ પંત પહેલા કેએલ રાહુલે પણ બીજી ઇનિંગ્સમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. લીડ્સ ટેસ્ટનો ચોથો દિવસ હાલમાં ચાલી રહ્યો છે, પરંતુ હવે એવું લાગતું નથી કે ટીમ ઇન્ડિયા અહીંથી મેચ હારી જશે. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ શકે છે, પરંતુ અહીંથી ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી રહી છે. મેચ બચાવવા માટે તેમને સખત મહેનત કરવી પડશે.
ADVERTISEMENT
વર્ષ 2022 માં જ્યારે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસ પર આવી ત્યારે તેણે બર્મિંગહામમાં રમાયેલી ટેસ્ટની એક ઇનિંગમાં સદી ફટકારી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેણે અડધી સદી ફટકારી હતી. તે સેના દેશોમાં એશિયામાંથી વિકેટકીપર તરીકે આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અહીં સેના દેશોનો અર્થ દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા થાય છે. પંતે આ કામ વર્ષ 2022 માં કર્યું હતું, પરંતુ ત્રણ વર્ષ પછી, હવે ફરીથી ઈંગ્લેન્ડના પ્રવાસ પર, પંતે તેનાથી પણ મોટું કામ કર્યું છે. જે એક વિશ્વ રેકોર્ડ છે.
ADVERTISEMENT
લીડ્સ ટેસ્ટની પહેલી ઇનિંગમાં રિષભ પંતે ૧૩૪ રનની જોરદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન પંતે 178 બોલનો સામનો કર્યો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. આ પછી પણ તેની રનની ભૂખ ખતમ ન થઈ અને તેણે બીજી ઇનિંગમાં પણ ઘણા રન બનાવ્યા. બીજી ઇનિંગમાં પંતે 130 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ દરમિયાન તેના બેટમાંથી 13ચોગ્ગા અને 2 છગ્ગા લાગ્યા. આ રીતે, પંતે ફરી એકવાર ઇંગ્લેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.