બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Special appeal to people by Cyber Crime Branch regarding India-Pakistan match

INDvsPAK મેચ / ક્રિકેટ રસિયાઓ એલર્ટ! આજની ભારત-પાકિસ્તાન મેચમાં ભૂલથી પણ લાગણી દુભાય એવી ટિપ્પણી કરી તો ગયા કામથી, સાયબર ક્રાઇમની વૉર્નિંગ

Malay

Last Updated: 09:43 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Pakistan Cricket Match: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો સહિત લાખોની સંખ્યામાં દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

  • આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
  • સાયબર ક્રાઇમ દ્વારા લોકો કરાઈ ખાસ અપીલ
  • 'કોઈએ અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવા'

India-Pakistan Cricket Match:  વર્લ્ડ કંપની સિઝન ચાલી રહી છે અને આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને ક્રિકેટરસિકો અધિરા બન્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી વર્લ્ડ કપની મેચમાં દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

સાયબર ક્રાઈમ દ્વારા કરાઈ ખાસ અપીલ
ભારત-પાકિસ્તાન મેચને લઇ સાયબર ક્રાઇમ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં મેચ દરમિયાન કોઇ પણ સમાજની લાગણી દુભાઇ તે પ્રકારની ટિપ્પણી ન કરવા જણાવાયું છે. એટલું જ નહીં કોઇ પણ અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી
પોલીસ દ્વારા એવો પણ અનુરોધ કરાયો કે પર્સ, મોબાઇલ ફોન, કેપ તેમજ જરૂરી દવાઓ જ સ્ટેડિયમમાં લઇ જઇ શકાશે. આ સિવાયની તમામ વસ્તુ સ્ટેડિયમમાં પ્રતિબંધિત રહેશે. સાથે જ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ન કરવા પણ તાકીદ કરી છે. પોલીસના જણાવાયા અનુસાર સાયબર ક્રાઇમ, શહેર પોલીસ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ જણાવાયું છે.

ટીથર ડ્રોન અને એન્ટી ગન ડ્રોનનો કરાશે ઉપયોગ
ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસે રિહર્સલ કરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આજે ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેન્ડિયમમાં ટીથર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ટીથર ડ્રોન 3 કિ.મી.ના વિસ્તારનું મોનિટરિંગ કરવામાં સક્ષમ છે. ટીથર ડ્રોન સતત 10 કલાક સુધી મોનિટરિંગ કરી શકે છે. આ ઉપરાંત અનધિકૃત ડ્રોનના ઉપયોગને ટાળવા માટે એન્ટી ગન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. એન્ટી ગન ડ્રોન 2 કિ.મી.માં ઉડતા અનધિકૃત ડ્રોનની ઓળખ કરી શકે છે. આ વર્ષે અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથીજીની રથયાત્રામાં પણ આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રથયાત્રા બાદ હવે સ્ટેડિયમમાં આજે પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. 

 

મેચને લઈને જડબેસલાક સુરક્ષા
અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારો પોલીસે રિહર્સલ કરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. 4 IG-DIG, 21 DCP, 47 ACP બંદોબસ્તમાં જોડાશે. તેમજ 131 PI, 369 PSI સહિત 7 હજાર જેટલા પોલીસકર્મી તહેનાત રહેશે. તેમજ 4 હજારથી વધુ હોમગાર્ડનાં જવાનો પણ સુરક્ષામાં જોડાશે. સ્ટેડિયમમાં 2 હજાર જેટલા CCTV થી નજર રખાશે. તેમજ 1 હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે.  BDDS વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરાશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ