બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / Spain's President will not be able to attend G-20 Summit 2023, found infected with Covid-19

G20 Summit 2023 / G20 સમિટને લાગ્યું કોરોના ગ્રહણ! અમેરિકાના ફર્સ્ટ લેડી બાદ હવે આ દેશના પ્રમુખ કોરોનાની ઝપેટમાં

Megha

Last Updated: 11:46 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023: સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ (Pedro Sánchez) કોરોના સંક્રમિત થયા છે. આ વિશે માહિતી આપતા કહ્યું 'હાલ મારી તબિયત સારી છે પણ હું G20 સમિટ માટે દિલ્હી નહીં જઈ શકું.'

  • G-20 બેઠક પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે
  • સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોવિડ પોઝિટિવ થયા છે 
  • અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થયા હતા 

Spain's President Tests Positive For Covid : દિલ્હીમાં યોજાઈ રહેલી G-20 બેઠક પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોનાથી સંક્રમિત થયા બાદ હવે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ (Pedro Sánchez) કોવિડ પોઝિટિવ થઈ ગયા છે. નોંધનીય છે કે સાંચેઝ પહેલા G-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના હતા, પરંતુ હવે તેમના સ્થાને સ્પેનના ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી આવશે.

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોવિડ પોઝિટિવ થયા 
સાંચેઝે પોતે આ વિશે માહિતી આપતા કહ્યું કે,'આજે બપોરે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હું G20 સમિટ માટે દિલ્હી જઈ શકીશ નહીં . હાલ મારી તબિયત સારી છે. G20 સમિટમાં સ્પેનનું પ્રતિનિધિત્વ ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ નાદિયા કેલ્વિનો(Nadia Calvino) અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસ (Jose Manuel Albares) કરશે.' જણાવી દઈએ કે આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સમિટમાંથી હટી ગયા છે. તેના બદલે ચીન અને રશિયાના પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે.

અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થયા હતા 
આ પહેલા અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થઈ છે. આ જાણકારી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે જીલ બાયડનમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાયડનનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે બાયડનની 72 વર્ષીય પત્નીને ગયા વર્ષે ઓગસ્ટમાં પણ કોરોના સંક્રમિત થઈ હતી. 

રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલો ભારતીય પ્રવાસ 
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાયડનનો આ પહેલો ભારત પ્રવાસ છે. વર્ષ 2020માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા. જો બાયડન અને PM મોદીનું આ બીજુ સ્પેશિયલ ડીનર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને ડિનર પર ઈનવાઈટ કર્યા છે. બન્ને નેતા શુક્રવારે સાંજે 7.30 વાગ્યે લોક કલ્યાણ માર્ગ પર સ્થિત PM મોદીના આવાસ પર મળશે. જી-20 સમિટમાં શામેલ થવા માટે જો બાયડન ભારત પહોંચશે અને ત્યાર બાદ PM મોદીની સાથે ડિનર કરશે. બન્ને નેતાઓની આજે દ્વિપક્ષીય બેઠક પણ છે. 

નોંધનીય છે કે 3 મહિના પહેલા પ્રધાનમંત્રી મોદીના રાજકીય પ્રવાસ દરમિયાન જો બાયડને તેમના માટે વ્હાઈટ હાઉસમાં ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. બન્ને નેતાઓની દ્વિપક્ષીય મિટિન વખતે ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક અને રણનૈતિક ભાગીદારી વધારે મજબૂત બનાવવા પર ભાર આપવામાં આવે તેવી સંભાવનાઓ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ