બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / sp ring road under construction flyover collapse in ahmedabad

દુર્ઘટના / અમદાવાદ માથેથી મોટી ઘાત ટળી: SP રિંગરોડ પરનો નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી,જુઓ VIDEO

Kavan

Last Updated: 08:29 AM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્માણાધિન બ્રિજ તૂટવાની ઘટનાઓ દેશભરમાં છાશવારે ચર્ચામાં આવી રહી છે ત્યારે અમદાવાદના SP રિંગરોડ પરનો આકાર પામી રહેલ ઓવરબ્રિજ મોડી રાતે ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.

  • અમદાવાદમાં S.P રિંગ રોડ પરનો નિર્માણાધિન બ્રિજ ધરાશાયી
  • શાંતિપુરા પાસે ચાલી રહ્યું છે બ્રિજનું કામકાજ
  • બ્રિજ તૂટતા કોન્ટ્રાક્ટર પર ઉઠ્યા સવાલ 

શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધિન ઓવર બ્રિજનો એક હિસ્સો ગત મોડી રાતે તૂટી પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મંગળવારે મોડી રાતે બોપલથી શાંતિપુરા વચ્ચે બની રહેલો આ બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો. 

જાનહાનીના કોઈ અહેવાલ નહીં 

નોંધનીય છે કે, આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક પણ ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી. સાથે જ અમદાવાદ માથેથી મોટી ઘાત ટળી હતી. 

પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે 

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. 
છ મહિનાથી ચાલી રહી છે બ્રિજની કામગીરી 

ઉલ્લેખનીય છે કે, ઔડા દ્વારા છેલ્લા છ મહિનાથી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં જ આ દૂર્ઘટના સર્જાઇ હતી.

78.47 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામી રહ્યો છે ઓવર બ્રિજ

આપને જણાવી દઇએ કે, આ ફ્લાયઓવર 78.47 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે અને તેનું ટેન્ડર રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યું હતું. 

સળગતા સવાલ

  • બનતો બ્રિજ કેવી રીતે બેસી ગયો?
  • બ્રિજના કામોમાં ભ્રષ્ટાચાર થયો?
  • શું બ્રિજમાં નબળા મટીરિયલનો ઉપયોગ કરાયો?
  • નક્કી કરેલા માપદંડ પ્રમાણેનું મટીરિયલ ઉપયોગ થયું?
  • બ્રિજ બને તે પહેલા જ ધરાશાયી થવાનું કારણ શું?
  • બ્રિજ તૂટવાના કારણોની તપાસ થશે?
  • બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરને દંડ થશે?
  • વિકાસના કામોમાં ક્યા ચૂક રહી ગઇ?
  • બ્રિજના કામોનું નિરિક્ષણ સમયસર થાય છે?
  • નબળા કામો જનતાની સુરક્ષા પર સવાલ બની રહ્યાં છે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ