બ્રેકિંગ ન્યુઝ

logo
logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

VTV / ધર્મ / ગુજરાત / Somnath Mahadev temple is Bhalka shrine in Veraval town Four kilometers

દેવ દર્શન / ગુજરાતનું એ તળાવ જ્યાં શ્રીકૃષ્ણ કરતા હતા સ્નાન, બનાવ્યું હતું કાસ્ટનું સોમનાથ મંદિર, કરો દર્શન

Dinesh

Last Updated: 07:18 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: ભગવાન શ્રીકૃષ્ણને તીર વાગ્યા બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની  ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ભગવાનનાં મોટા ભાઈ બલરામ તેમને ત્રિવેણી ઘાટ લઇ ગયા હતા

ભગવાન કૃષ્ણ અને સોમનાથ તીર્થ ભૂમિ વચ્ચે ગાઢ સંબંધ હતો. ભગવાન કૃષ્ણ સોમનાથ મંદિરથી ચાર કિલોમીટર દૂર પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા. તે સમયે સોમનાથનાં દરિયા કિનારા પરથી જરા નામના પારધીએ ભગવાનનાં પગમાં ચમકતા ચન્દ્રને હરણ સમજી તીર છોડતા ભગવાન શ્રીકૃષ્ણના પગ વીંધીને તીર કપાળમાં ભોંકાયું હતું. અને ભગવાન શ્રીકૃષ્ણએ આ સ્થળ પર અંતિમ શ્વાસ લીધા હતા જે ભાલકાતીર્થ નામથી પ્રચલિત છે. 

ભગવાન કૃષ્ણ અને સોમનાથ તીર્થ ભૂમિ વચ્ચે ગાઢ સંબંધ
કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા. પરંતુ  દ્વારકાથી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા. એમ પણ કહેવાય છે કે સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું, જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું  હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. સોમનાથ મહાદેવ મંદિરથી ચાર કિલોમીટર દૂર વેરાવળ શહેરમાં ભાલકા તીર્થધામ આવેલુ છે. ભાલુ એટલે તીર. અને ભગવાન શ્રીકૃષ્ણને જે સ્થળે તીર વાગતા તેમણે સ્વધામ ગમન કર્યું તે સ્થળ એટલે ભાલકા તીર્થ.

કૌરવોની માતા ગાંધારીએ ભગવાનને શ્રાપ આપ્યો હતો
મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ કૌરવોની માતા ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે યાદવોનો અંદરો અંદર લડી નાશ થશે. સતી ગાંધારીએ આપેલા શ્રાપનાં કારણે ભગવાન કૃષ્ણ તમામ યાદવોને દ્વારિકાથી સોમનાથ નજીક ત્રીવેણી ઘાટ લઇ આવ્યા હતા. ભગવાન કૃષ્ણ સોમનાથ મંદિરથી ચાર કિલોમીટર દૂર હાલનું ભાલકા તીર્થ જે જગ્યાએ છે ત્યાં પીપળાના વૃક્ષ નીચે પગ પર પગ ચઢાવી આરામ કરી રહ્યા હતા. તે સમયે સોમનાથનાં દરિયા કિનારા પરથી જરા નામના પારધીએ ભગવાનનાં પગમાં ચમકતા ચન્દ્રને હરણ સમજી તીર છોડતા ભગવાન શ્રીકૃષ્ણના પગ વીંધીને તીર કપાળમાં ભોંકાયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણને તીર વાગતા સ્વધામ ગમન કર્યું
ભગવાન શ્રીકૃષ્ણને તીર વાગ્યા બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની  ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ભગવાનનાં મોટા ભાઈ બલરામ તેમને ત્રિવેણી ઘાટ લઇ ગયા હતા. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ બપોરે અંતિમ શ્વાસ લીધો. જેથી તે સ્થળ આજે ગોલોક ધામ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રીકૃષ્ણને જે જગ્યા પર રખાયા હતા તે જગ્યા પર ભગવાનની ચરણ પાદુકા રાખવામાં આવી છે. દેશના દરેક રાજ્યમાંથી ભાલકા આવતા ભાવિક ભક્તો ભગવાને જ્યાં દેહ ત્યાગ કર્યો તે ભૂમિ ભાલકાતીર્થમાં આવી દર્શન બાદ શાંતિનો અહેસાસ કરે છે..

મંદિરમાં પાંચ હજાર પાંચસો અઢાર વર્ષ જૂનૂ પીપળાનુ વૃક્ષ છે. જે વૃક્ષની આગળ ભગવાન શ્રીકૃષ્ણની આરામ ફરમાવતી સુંદર મૂર્તિ રાખવામાં આવી છે અને ભગવાનની મૂર્તિની સામે તેમને તીર મારનાર પારઘીની ભગવાન સમક્ષ માફી માગતી મૂર્તિ  રાખવામાં આવી છે. રાજ્ય અને રાજ્ય બહારથી આવતા ભાવિક ભક્તો ભાલકા તીર્થના દર્શન કરી ખૂબ આનંદીત થઈ ધન્યતાનો અનુભવ કરે છે.

વાંચવા જેવું: ગુજરાતનું એવું મહાદેવ મંદિર જે બારેમાસ પાણીમાં રહે છે ગરકાવ, નાવડીના સહારે ગુફામાં જઈ કરવા પડે છે દર્શન

પદ્મ તળાવ એટલે હાલના પદ્મકુંડ 
આદીઅનાદીકાળ સમયથી હાલના મોટા મંદિરની જગ્યા પર પહેલા શ્રી કૃષ્ણ ભગવાનનુ નાનુ મંદિર હતુ. હાલ નવુ મંદિરનુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ કરવામાં આવેલુ છે. હજારો વર્ષ પહેલા શ્રીકૃષ્ણ આ સ્થળ પર આવ્યા ત્યારે પદ્મ નામનુ તળાવ હતુ તે પદ્મતળાવથી ઓળખાતુ હતુ. તળાવને કુંડ બનાવ્યા બાદ તે પદ્મકુંડ કહેવાય છે એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રીકૃષ્ણ પદ્મતળાવમાં સ્નાન કરતા હતા. સોમનાથ મંદિરથી એક કિલોમીટર દૂર જે દરિયામાંથી જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણ પર તીર છોડ્યું હતું તે જગ્યા પર શિવલિંગ પ્રગટ થયુ હતું. અને આજે પણ તે જગ્યા પર દરિયામાં શિવલિંગ મોજુદ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ