બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 01:03 PM, 16 May 2019
સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ફોર લેન હાઈ-વે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. દેવલી ગામમાં 3 કિમી સુધી સંપાદન કરાયેલી જમીન મામલે વિવાદ થતાં નેશનલ હાઈ-વે ઓથોરિટીએ ખેડૂતોને નોટિસ ઈશ્યુ કરી છે. જમીન સંપાદન કરાયા બાદ ચૂકવાયેલા રૂપિયા એક મહિનામાં પરત કરવા જણાવ્યું છે.
ખેડૂતોને આ રૂપિયા 12 ટકા વ્યાજ સાથે પરત ચૂકવવા નોટિસ આપી છે. આમ સોમનાથ-ભાવનગર વચ્ચેના ફોર ટ્રેક હાઇ-વેની કામગીરી ફરી વિવાદના કારણે રોકી દેવામાં આવી છે. દેવલી ગામમાં સંપાદન કરાયેલી જમીન મામલે વિવાદના કારણે કામગીરી એકવાર વિવાદમાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી આ ફોર ટ્રેક હાઈ-વેની કામગીરી હાઈ-વે ઓથોરિટી દ્વારા કરવામાં આવી હતી ત્યારથી જમીન સંપાદનને લઇને ખેડૂતો અને હાઈ-વે ઓથોરિટી વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં નેશનલ હાઇ-વે ઓથોરિટીએ ખેડૂતોને નોટિસ પાઠવી છે. જેમાં જણાવાયું છે કે જમીન સંપાદન કરાયા બાદ ચૂકવાયેલા નાણા એક મહિનામાં પરત કરવા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.