બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 04:54 PM, 5 April 2024
15 ઓગસ્ટનો દિવસ સિનેમા પ્રેમિઓ માટે જબરદસ્ત રહેવાનો છે. સાઉથની મચ અવેટેડ ફિલ્મની સીક્વલ 'પુષ્પાઃ ધ રૂલ' આવી રહી છે. અલ્લૂ અર્જૂનની તૈયારી પુરી છે. પરંતુ સિંધમ અગેન પણ એજ દિવસે રિલિઝ થશે. એવામાં કોણ કોની મુશ્કેલી વધારશે એ જાવું રહ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
પરંતુ અલ્લૂ અર્જૂનની ફિલ્મ રિલીઝના 4 મહિના પહેલા જ દરેક બાજુ છવાયેલી છે. સાઉથ કરતા વધારે આ પિક્ચરની રાહ તો હિંદી બેલ્ટ વાળા કરી રહ્યા છે. આજ કારણ છે કે બાહુબલી 2નો સૌથી મોટો રેકોર્ડ તોડવો પણ હવે પુષ્પા રાજ માટે મુશ્કેલ નથી.
હાલમાં જ પુષ્પા-2નું એક પોસ્ટર બહાર આવ્યું હતું. તેના દ્વારા જાણકારી મળી કે અલ્લૂ અર્જૂનના બર્થ ડે પર એટલે કે 8 એપ્રિલે ફેન્સને મોટુ સરપ્રાઈઝ મળવાનું છે. આ પુષ્પા રાજના રૂલની પહેલી ઝલક હશે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ફાઈનલી થોડા દિવસો બાદ તે આવી રહ્યું છે.
ખતરામાં બાહુબલી-2નો આ રેકોર્ડ
અલ્લૂ અર્જૂનની પુષ્પાઃ ધ રાઈઝ વર્ષ 2021માં આવી હતી. થિએટર્સમાં કોવિડના નિયમો છતાં ફિલ્મને શાનદાર રિસ્પોન્સ મળ્યો. ખાસ કરીને વાત જો હિંદી બેલ્ટની કરવામાં આવે તો આ પિક્ચર બ્લોકબસ્ટર રહી. બોક્સ ઓફિસ પર ખૂબ પૈસા કમાયા અને લાંબા સમય સુધી થિએટર્સમાં લાગી રહી. ફિલ્મે નાની સ્ક્રીન્સ પર પણ સારૂ પરફોર્મ કર્યું. ડાયલોગથી લઈને ગીત અને પુષ્પા રાજ સુધી બધુ જ ટ્રેન્ડ કરી રહ્યું હતું.
પુષ્પાઃ ધ રૂલની હાલમાં જ શૂટિંગ પુરી થઈ છે. આ પેસ્ટ પ્રોડક્શન સ્ટેજ પર છે. ફિલ્મ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. થોડા સમયથી ફિલ્મનો ખૂબ જ બઝ બનેલો છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર અલ્લૂ અર્જૂનની પુષ્પા-2 પ્રભાસની બાહુબલી 2નો રેકોર્ડ તોડી શકે છે.
એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પુષ્પા-2નું હિંદી ડબ વર્ઝન 500 કરોડ રૂપિયાની આસપાસનો વેપાર કરી શકે છે. હકીકતે એસએસ રાજામૌલીના બાહુબલી-2ના હિંદી વર્ઝને શાનદાર પરફોર્મ કર્યું હતું. તેણે 511 કરોડ રૂપિયા કમાયા હતા. આ એકમાત્ર હિંદી ડબ સાઉથ ફિલ્મ છે જે 500 કરોડના ક્લબમાં શામેલ થઈ ગઈ છે.
વધુ વાંચો: દારૂ પીધા પછી અક્ષય કુમાર શું કરે છે? સલમાન ખાનના શોમાં કહ્યું- હું નશામાં હોઉં ત્યારે...
જોકે અલ્લૂ અર્જૂનની પુષ્પા-2નું અજય દેવગણની સિંધમ અગેન સાથે ક્લેશ થશે. બન્ને ફિલ્મોને તેનાથી નુકસાન ઉઠાવવું પડી શકે છે. પરંતુ અજય દેવગણ માટે ખતરો થોડો વધારે છે. કારણ કે હિંદી બેલ્ટમાં પણ અલ્લૂ અર્જૂનની તગડી ફેન ફોલોઈંગ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.